गुजरातटॉप न्यूज़

કડી તાલુકાની પ્રાથમિક શાળાઓની નાણાં ધીરનારી સહકારી મંડળીનો :સુવર્ણ જ્યંતી’ મહોત્સવ યોજાયો

કડી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધિરનારી સહકારી મંડળીનો "સુવર્ણ જયંતી" મહોત્સવ કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલ ખાતે યોજાઈ ગયો.

આ સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમમાં મા.શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ, પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, કડી તાલુકાના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી સહિત આગેવાનો અને ભૂતપૂર્વ નિવૃત્ત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મંડળીના પ્રમુખશ્રી અરવિંદભાઈ આત્મારામદાસ પટેલ દ્વારા મંડળીની માહિતી આપતાં જણાવ્યું હતું કે, 1974 માં મહેસાણા જિલ્લામાંથી કડી તાલુકાની

શિક્ષક મંડળી છૂટી પડતા શરૂઆતનું શેર ભંડોળ રૂ.30,000 જેટલું હતું. જે આજે વધીને એક કરોડ શેર ભંડોળની જોગવાઈ મંજૂર કરેલી છે તેમજ 1090 સભાસદો મંડળી સાથે જોડાયેલા છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે સારસ્વત “સ્મૃતિ ગ્રંથ”નું વિમોચન કરાયું હતું.

શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા સાહેબે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, શિક્ષક કદી સામાન્ય હોતો નથી, શિક્ષકની શિક્ષા પાછળ તેમનો હેતુ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છે. શિક્ષકો કોઈ દિવસ નિવૃત્ત થતો નથી. તેમનું કામ પરફેક્ટ હોય છે. ભવિષ્યના સમયમાં યુથ માટે મોટી બે ચેલેન્જ છે, એક વ્યસન અને બીજું ડિપ્રેશન. આ બધા માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓને તૈયાર કરવા પડશે. આ પ્રસંગમાં કડી તાલુકાના તમામ સભાસદ શિક્ષક મિત્રો તેમજ નિવૃત્ત શિક્ષકો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : આશિષ પટેલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×