क्राइमगुजरातगुड मॉर्निंग न्यूज़बनासकांठा

ચિત્રાસણી બેંક ઓફ બરોડાના ગ્રાહકો સાથે છેતરપીંડીનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો : 41 ગ્રાહકો પાસેથી રૂ .1.26 કરોડની છેતરપિંડી

 

પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામની બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચના ગ્રાહકો સાથે થયેલી કરોડોની છેતરપિંડીના મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર નજીક આવેલા ચિત્રાસણી ગામની બેન્ક ઓફ બરોડાની શાખામાં ચિત્રાસણી સહિત આસપાસ આવેલા અનેક ગામોના લોકો પોતાના ખાતા ધરાવે છે. જો કે, આ શાખામાં ચિત્રાસણી, જસપુરિયા, કોટડા સહીત અનેક ગામના ખેડૂતો પોતાની ફિક્સ ડિપોઝિટ મૂકી હતી. જોકે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ નામની એક ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર આશુ શાહએ આ વીમા કંપનીએ બેંક ઓફ બરોડા સાથે ટાયઅપ કરેલું હોવાનું કહી 2024-25 ના એડવાન્સ પ્રીમિયમ માં 10-20 ટકા લેસ આપવાની વાત કરી અનેક ખેડૂતોના ફિક્સ ડિપોઝિટના પૈસા ઉપાડી ચાઉં કરી જતા બેન્કના ગ્રાહકોએ 8 દિવસ અગાઉ ચિત્રાસણી બેન્ક ઓફ બરોડાની શાખા ખાતે પહોંચ્યા અને પોતાના પૈસા ચાઉં થઇ ગયા હોવાના અને પૈસા ચાઉં કરવામાં ઇન્સ્યોરન્સ કંપનીનો એજન્ટ અને બેન્કના અધિકારી સંડોવાયેલા હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો.

જો કે, ગ્રાહકોના હોબાળા બાદ ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર રુચિનભાઈએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પહોંચી 91 લાખ રૂપિયાની ચિંટિંગ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આશુ શાહ અને સાગર દેસાઈ નામનો શખ્સ બેન્ક ઓફ બરોડાના ગ્રાહકોને લોભામણી લાલચ આપી તેમની પાસે થી એડવાન્સ ડિપોઝિટ પેટે પૈસા ઉઘરાવી કરોડોનું ફુલેકુ ફેરવી ફરાર થઈ ગયો હોવાનું સામે આવતા પાલનપુર તાલુકા પોલીસે આંસુ શાહ અને સાગર દેસાઈ નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

જોકે, આઠ દિવસની શોધખોળ બાદ પાલનપુર તાલુકા પોલીસે સમગ્ર છેતરપિંડી કાંડના મુખ્ય સૂત્રધાર આશુ શાહ અને સાગર દેસાઈને દબોચી લીધા છે. અને બંનેની અટકાયત કરી પૂછપરછ કરતા આશુ શાહ એ બેંક ઓફ બરોડાના 41 ગ્રાહકો પાસેથી રૂ.1 કરોડ, 26 લાખ 22 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું કબૂલ્યું છે. જેને લઇ પોલીસે અત્યારે તો આંસુ શાહ ના રિમાન્ડ મેળવી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

મહત્વની વાત છે કે, હજુ પણ એવા કેટલાય ગ્રાહકો છે કે જેમની સાથે છેતરપિંડીની ઘટના ઘટી છે પોલીસે અત્યારે આ તમામ ગ્રાહકોને શોધી સમગ્ર છેતરપિંડી કેસમાં વધુ તપાસ હાથ ધરી હોવાનું પાલનપુર તાલુકા પી.આઈ મિતેષ બારોટે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×