गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામથી રૂ.44.25 લાખના સોલારના સામાનની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ..

પોલીસે આજુબાજુના લોકોના નિવેદન લીધા,રાધનપુર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાઈ..

 

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે નવીન બનતાં સોલાર પ્લાન્ટમાં એક મહિના અગાઉ રાત્રીના સમયે સોલાર પ્લાન્ટમાં રાખેલ માલ સામાન સોલાર પેનલ,કેબલ વાયર રૂ. 44,25,474ની ચોરી થતાં સિક્યુરિટી ઇન્ચાર્જે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.ભાડિયા, પોરાણા, વિજયનગર, વડનગર ખાતે 140 એકર જમીનમાં નવીન સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં 13 જુલાઈ 2024ના રોજ મોડી રાત્રે અજાણ્યા શખ્સો ભાડિયા ગામે સોલાર પ્લાન્ટ ખાતે તમામ સામગ્રી રાખવામાં આવી હતી.જેમાંથી સોલાર પ્લેટો, સોલાર ચેનલો, કેબલ વાયરો સહિતની માલ સામગ્રી ચોરીની ચોરી થતી હતી તે ગણતરી કરતા ધ્યાને આવ્યું હતું.

આ અંગે સિક્યુરિટી ઇન્ચાર્જ રામમિલન દેવી વરસાદ દુબે રાધનપુર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. તેની તપાસ અધિકારી પીઆઇ ચૌધરીએ કરતા જણાવ્યું હતું કે સીમ વિસ્તારની અંદર ખુલ્લામાં પડેલી માલ સામાનની ચોરીની ફરિયાદની તપાસ ચાલી રહી છે.તે વિસ્તારના આજુબાજુના લોકોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×