गुजरातगुड मॉर्निंग न्यूज़

સાબરકાંઠા એલસીબીએ સ્વીફ્ટ કારમાં ગેર બોક્સ નીચે ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 50 બોટલ સાથે બે ઝડપાયા

સાબરકાંઠા એલસીબીએ બાતમી આધારે આજે હિંમતનગરના વકતાપુર પાસેથી ઇડર તરફથી આવતી સ્વીફ્ટ કારમાં ગેર બોક્સ નીચે અને બમ્પરના ભાગે ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 30 બોટલ ઝડપાયો હતો. જેને લઈને રૂ 3.40 લાખના મુદ્દામાલ કબજે લઈને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા બે સહિત પાચ સામે ફરિયાદ નોંધાવી છે.

 

સાબરકાંઠા એલસીબીની ટીમ પ્રોહીબીશન વોચમાં  હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રાજસ્થાનથી ઇડરથી હિંમતનગર થઈને અમદાવાદ તરફ સ્વીફ્ટ કાર વિદેશી દારુ ભરીને જાય છે. જેને લઈને હિંમતનગરના વકતાપુર પાસેના સાઈ મંદિર આગળ નાકાબંધી કરીને ઇડર તરફથી બાતમી વાળી સ્વીફ્ટ કાર GJ-02-CA-1779 નંબરની કાર આવતા તેને રોકી તેમાં તપાસ હાથ ધરી હતી.

દરમિયાન ગેર બોક્સ નીચે અને પાછળના બમ્પરના ભાગે બનાવેલ ગુપ્ત ખાનું જોવા મળ્યું હતું. આ ગુપ્ત ખાના ખોલી જોતા વિદેશી દારૂની 30 બોટલ રૂ 30,000, મોબાઈલ નંગ 2 રૂ 10,000, 3 લાખની કાર મળી રૂ 3,40,000નો મુદ્દામાલ મળી આવતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા બે અને ફરાર ત્રણ મળી પાચ સામે ફરિયાદ નોધાવી હતી.

પકડાયેલા આરોપી: 1.પીરસિંહ માંગુસિંહ નોપસિંહ રાજપુર-સોલંકી (રહે.છીબા તન્નોત માતા મંદિર પાસે,તા. શીવગંજ,જી.સિરોહી,રાજસ્થાન) 2.માધુસિંહ સેતાનસિંહ જેઠુંસિંહ રાઠોડ-રાજપૂત (રહે.છીબા તન્નોત માતા મંદિર પાસે,તા.શીવગંજ,જી.સિરોહી,રાજસ્થાન)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×