गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

રાધનપુર શહેરમાં ઘરમાં સૂઈ રહેલી 7 વર્ષની માસૂમ બાળકીને સાપે ડંખ મારતાં મોત નિપજ્યું: પરિવારમાં શોકનો માહોલ છવાયો

રાધનપુરનાં શેરબાગ વિસ્તારમાં બાળકીના કમરના ભાગે સાપ ડંખ મારતા 7 વર્ષની માસૂમ બાળકી નું મોત..

 

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલ શેરબાગ વિસ્તારમાં મોડી રાત્રે ઘરમાં સુઈ રહેલ 7 વર્ષીય માસૂમ દીકરીને કમરના ભાગે સાપે ડંખ માર્યો હતો. પરંતુ પરિવારને સાપ નજરે ચડ્યો ના હોય મધમાખી કરડી હોવાનું સમજી દીકરીને સુવાડી દીધા બાદ કલાકો પછી ઘરમાં સાપ ફરતો જોવા મળતાં બુમાંબુમ કરી પકડીને દુર મૂકી આવ્યાં બાદ ઘરે આવી જોયું તો દિકરી બેભાન પડી હતી.ત્યારે સાપ કરડ્યો હોવાનું પરિવારે સમજી તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ ઘટના માં આખરે વિલંબ થવાના કારણે દીકરીના શરીરમાં ઝેર પ્રસરી ગયું હોય સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.હે ઘટના ને લઇને પરીવાર ની વ્હાલસોઈ દીકરી નાં મોતના સમાચાર સાંભળી પરિવાર શોક મગ્ન બની ગયો હતો.

રાધનપુરના શેરબાગ ખાતે આવેલ સમર્પણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં દિવ્યાંગભાઈ બિપિનભાઈ ખમાર પરિવાર સાથે રહે છે.અને શુક્રવારે રાત્રે ભોજન કરી પુત્રી સહિત દંપતી રૂમની અંદર સૂતા હતા અને બહાર ઓસરીમાં દાદા દાદી સુતા હતા. જે દરમિયાન રાત્રે આશરે 12 વાગ્યા આસપાસ નાં અરસામાં 7 વર્ષિય દીકરી ક્રિષા એકદમ ચીસ પાડતા સભ્યો ચોંકીને ઉઠી શું થયું પૂછતાં કંઇક કરડ્યું હોવાનું કહેતા તપાસતાં કોઇ ડંખ હોય આસપાસ કોઇ જાનવર ના દેખાતા મધમાખી કરડી હોવાનું અનુમાન કરી સુવાડી દીધી હતી. જો.કે મોડી રાત્રે લગભગ 2 વાગ્યા આસપાસ રૂમ બહાર સૂતા દાદાના પગ ઉપરથી કંઈક પસાર થઈ રહ્યું હોવાનું લાગતા ઝટપટ જાગી ઊભા થઈને લાઇટ કરતા 2 ફૂટ જેટલો લાંબો સાપ નજર સામે ફરતો દેખાતાં પરીવાર ભયભીત બની બૂમાબૂમ કરતા સમગ્ર પરિવારના સભ્યો દોડી આવ્યા હતાં. તેમજ પાડોશી ઘરે આવતા તેમને સાપને પકડીને ઘરથી દુર મૂકી આવ્યાં હતા. આ ઘટનાક્રમ વચ્ચે દાદાને દીકરીને સાપ તો નહિ કરડ્યો હોય તેવી આશંકા લાગતા સભ્યોને કહેતા ઝટપટ સૌ દીકરી પાસે દોડીને જતા બેભાન અવસ્થામાં નજરે પડી હતી. જેથી પરિવાર તાત્કાલિક દીકરીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર લાર્થે લઈને દોડ્યા હતા.પરંતુ સારવાર માટે પહોંચી ગયેલા પરિવારે દીકરીને હોસ્પિટલ લઈ જવામાં સમય વધું વીતી ગયો હોય શરીરમાં ઝેર પ્રસરી ગયું હોય સારવાર દરમ્યાન દીકરી નું મોત નિપજ્યું હતું.જોકે આ આકસ્મિક ઘટના બની હોય પરિવારે દીકરીનું પીએમ ન કરાવતા આ મામલે કોઇ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ ન હતી તેવું જાણવા મળ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×