गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

માસૂમ બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી:રાધનપુરના વોર્ડ નંબર 7માં ખુલ્લી રખાયેલી ગટરમાં બાળકી ખાબકતા રાહદારીએ ઉગારી લીધી, પાલિકા તંત્ર સામે રોષ

રાધનપુરના વોર્ડ નંબર 7માં આવેલી ખુલ્લી ગટરમાં એક બાળકી ખાબકતા રાહદારીઓએ તેને બહાર કાઢી બચાવી લીધી હતી. આ પ્રકારનો અકસ્માત ભવિષ્યમાં ન સર્જાય તે માટે પાલિકા તાત્કાલીક ગટરને બંધ કરે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.

 

રાધનપુર નગરપાલિકાની અણઆવડત ના કારણે શહેરીજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. રાધનપુર શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય તેમજ તૂટેલા રોડ રસ્તા ના કારણે રાધનપુરના નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે ચોમાસાના સમયે શહેરના

વિવિધ વિસ્તારોની ખુલ્લી ગટરોના કારણે પણ અવાર નવાર નાના -મોટા અકસ્માત સર્જાવાની સંભાવનાઓ વચ્ચે ગુરૂવારના રોજ રાધનપુર વોર્ડ નંબર સાત વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં એક માસુમ બાળકી ખાબકતા અફરા-તફરી મચી જવા પામી હતી.ખુલ્લી ગટરમાં પડેલી માસુમ બાળકીને આવતા જતા રાહદારીઓએ તાત્કાલિક બહાર કાઢી તેનો જીવ બચાવતા પરિવારજનો સહિત શહેરીજનોએ માસુમનો જીવ બચાવનાર રાહદારીઓનો આભાર વ્યક્ત કરી પાલિકાનાસત્તાધીશો તેમ જ આ વિસ્તારમાં રહેતા સ્થાનિક ધારાસભ્ય સહિત રાજકીય,સામાજિક આગેવાનો સહિત પાલિકા સતાધીશો ઉપર રોષની વર્ષા વરસાવી હતી અને તાત્કાલિક ધોરણે રાધનપુર શહેરની ખુલ્લી ગટરો સુરક્ષિત બનાવવા​​​​​​​માં આવે તેવી માંગ કરી હતી. જો આ ખુલ્લી ગટરો મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવામાં નહિ આવે તો વિસ્તારના લોકોએ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×