गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના હારીજનાં ઝાપટપરા વિસ્તારમાં છેલ્લા 7 વર્ષથી ગટરનાં ગંદા પાણી જાહેર માર્ગમાં રેલાઈ રહેતાં હાલાકી..વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન બન્યો જટિલ

હારીજમાં ગટર, રોડ-રસ્તા, પીવાના પાણી જેવા વિકટ પ્રશ્નોને લઇને લોકો ત્રાહિમામ....પાલિકા ની ચુંટણી બહિષ્કાર કરવાની ચીમકી..

 

શહેરમાં નવીન બનેલ પાણીની ટાંકી શોભાના ગાંઠીયા સમાન, લોકોની રજૂઆત ટાંકી ચાલુ કરી વિસ્તારમાં પીવાનું પાણી પહોચાડવામાં આવે..

પાટણ જિલ્લાના હારીજ શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી ગંદકી અને અનેક વિસ્તારોમાં સાફ સફાઈ નો અભાવ અને પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.જેને લઇને અનેક વિસ્તારોમાં લોકો હાલાકી વેઠવી રહ્યા છે. હારીજનાં ઝાપટપરા વિસ્તારમાં છેલ્લા 7 વર્ષથી વિસ્તારમાં ગટરનાં ગંદાં પાણી નો પ્રશ્ન છે. આ વિસ્તારમાં રોડ રસ્તા પર ગટરનાં ગંદા પાણી વારંવાર ઉતરી આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓ અને

સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.વિસ્તારમાં ગટર થી લઈને પીવાના પાણીની પણ વિકટ સમસ્યા જોવા મળી રહી છે.જેને લઇને લોકોમાં પાલિકા પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.તેમજ આગામી સમયમાં લોકોએ પાલિકાની ચુંટણીનો બહિષ્કાર કરવા ની ચીમકી ઉચ્ચારી છે.

પાલિકા તંત્રમાં સ્થાનિક લોકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે.છતાં નઘરોળ તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિકાલ કે વ્યવસ્થા કરવામાં આવી નથી જેને લઇને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.ઝાપટપરા વિસ્તારમાં પીવાનાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે.તો બીજી તરફ પીવાનું પાણી પણ ગટરના ગંદા પાણી જેવું અને દુર્ગંધ યુક્ત પાણી આવતું હોવાની વિસ્તારની મહિલાઓની ફરિયાદ ઉઠવા પામી છે.

અહીંયાના સ્થાનિક લોકોએ પાટણ કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી તેવું વિસ્તારના સ્થાનિક મહિલાઓ જણાવી રહી છે.ત્યારે વિસ્તારમાં ભરપૂર ગંદકીનું સામ્રાજય ફેલાયું છે અને રોગચાળાની ઝપટમાં લોકો આવતા ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. ભીલપરા,ઝાપટપરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય ફેલાયું છે.લોકોના ઘર આંગણે ગંદકી અને ગટરનાં ગંદાં પાણી રોડ રસ્તા પર ઉતરી આવતા હાલાકી ભોગવવા સ્થાનિકો મજબૂર બન્યા છે.

હારીજ શહેરના આ વિસ્તારમાં પાણીની ટાંકી બની ગયા હોવા છતાં પીવાનું પાણી લોકોને આપવામાં તંત્ર નિષ્ફળ જોવા મળી રહ્યું છે. જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા થી લઈને છેલ્લા 7 વર્ષ થી ગટરનાં ગંદા પાણી રોડ રસ્તા પર ઉતરી આવવાનો શીલશિલો યથાવત રહેતા સ્થાનિકો  ત્રાહિમામ પોકારી ઊઠયા છે. તો લોકોએ હવે સોસાયટી મૂકીને અન્ય વિસ્તારો માં જવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.ભીલપરા,ઝાપટપરા સહિતના લોકોએ સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો પાલિકાની ચુંટણી નો બહિષ્કાર કરી અનશન ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×