गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના શંખેશ્વરના કુંવર ગામે રોયલ્ટી ભર્યા વગર માટીનો ઉપયોગ કરાતાં ખાનગી કંપનીને 83.26 લાખ દંડ ફટકાર્યો

સોલાર પ્રોજેક્ટનો રસ્તો બનાવવા અને બુરાણ કરવા માટીનો ઉપયોગ કર્યો હતો, ખાણ ખનીજ વિભાગે દંડ ભરવા સૂચના આપી..

 

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવર ગામમાં ખનીજનું બિનઅધિકૃત રીતે ખોદકામ કરી સોલાર પ્રોજેક્ટના કામમાં રસ્તા બનાવવા અને પુરાણ કરવા માટે રોયલ્ટી ભર્યા વગર માટીનો ઉપયોગ કરતા પાટણ ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી કંપનીને કુલ 83,26,787 દંડ ફટકારવામાં આવ્યો છે.

મળતી માહીતી મુજબ શંખેશ્વર તાલુકાના કુંવર ગામમાં માટીનું ખનન થતું હોવાની 10 મેના રોજ તંત્રને મળેલી ફરિયાદના આધારે પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમે આકસ્મિક તપાસ કરતા બે ખાડાઓમાં તાજુ ખોદકામ થયેલું હતું. આ બે ખાડાઓના મધ્ય ભાગમાંથી પસાર થતો કાચો રસ્તો કુંવર ગામથી રાજપુરા ગામે જતો હતો.કુવર ગામની હદ પુરી થયા બાદ રાજપુરા ગામની હદમાં ખાનગી કંપનીના સોલાર પ્રોજેક્ટનું કામ ચાલું હતું.તંત્રની તપાસ ટીમે તપાસ કરતા આ સોલાર પ્રોજેક્ટ વિસ્તારની ફરતે ફેન્સિંગના પોલ દ્વારા બનાવેલી બાઉન્ડ્રી અને બાઉન્ડ્રીની ફરતે પુરાણ કરેલું હતું. અને સોલાર પ્રોજેક્ટનો કાચો રસ્તો બનાવેલો હતો.

આમ કુંવર ગામે ખોદકામ કરી સોલાર પ્રોજેક્ટના પ્લાન્ટ તરફ જવાના રસ્તામાં માટી નાખી હોવાનું તપાસ ટીમને જણાયું હતું. આમ કોઈપણ પ્રકારની મંજૂરી વગર કુંવર ગામે ગેરકાયદે ખોદકામ કરી રસ્તા માટે માટી પાથરી રસ્તો બનાવ્યો હોવાનું જણાતાં તપાસ ટીમના સર્વેયર દ્વારા જમીન માં બે ખાડાઓમાં માપણી કરતાં 33,745 મેટ્રિક ટન જેટલું માટી ગેરકાયદેસર ખનન કરી રોયલ્ટી વગર તેનો ઉપયોગ કરતાં પાટણ ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મહર્ષિ વ્યાસે ખાનગી કંપનીને કુલ રૂ.83.26 લાખ દંડ ફટકાર્યો છે. અને 30 દિવસમાં આ દંડ ભરવા માટે સૂચના આપી છે. દંડ ભરવામાં નહીં આવે તો મહેસુલી રાહે કાર્યવાહી કરાશે.તેવુ ખાણ ખનીજ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×