क्राइमगुड मॉर्निंग न्यूज़बनासकांठा

ચિત્રાસણીમાં રૂ . 91.54 લાખ ની ઠગાઇ કેસમાં બેંક મિત્રની અટકાયત ચાર દિવસના રિમાન્ડ મંજૂર

આરોપી બેંકમિત્રને કોર્ટે રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

 

છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યો. કંપનીનો મેનેજર ફરાર : પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડાની શાખાના બેંકમિત્ર સાથે લોકોના વીમા તેમજ ધંધાના વિકાસ માટે ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણના નામે કંપનીના બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજરે 24 ગ્રાહકો પાસેથી રૂ.91.54 લાખની ઠગાઈ કરી હતી. જે અંગે ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર સામે છેતરપિંડી ગુનો દાખલ થયો હતો. જે કેસમાં પોલીસે એક બેંકમિત્રની અટકાયત કરી તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

લોકોના વિમા તેમજ ધંધાના વિકાસ માટે રોકાણ કરાવતી ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં પોતાના બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર આશુભાઈ રાજેશભાઈ શાહ રહે.અમૃત સાગર સોસાયટી ડીસાવાળા પાસે વિસ્તારના લોકોના વિમા તેમજ ધંધાના વિકાસ માટે નાણાંનું રોકાણ કરાવતી હતી. જેમાં કંપનીના બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજરે લોકો પાસે થી વિમા તેમજ રોકાણ પેટે લીધેલા નાણાંની પાવતીઓ ન આપી આ રકમ કંપનીમાં જમાં ન કરાવી 24 ગ્રાહકોના રૂ.91.54. 321 પડાવી લઇ છેતરપિંડી આચરી હતી. જે અંગે ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના  બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર આશુભાઇ રાજેશભાઈ શાહ વિરૂદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ તપાસમાં બેંક મિત્ર તરીકે ફરજ બજાવતા સાગર દેવજીભાઈ દેસાઈનું નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી પાડી તેની પૂછતાછ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપી પૂછતાછ હાથ ધરી છે. જોકે આ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે. જેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું ડીવાયએસપી જીગ્નેશ ગામીતે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×