પાટણની જૂની સબ જેલ દિવાલ પાસેનું બિન કાયદેસર નું પાકું દબાણ પાલિકા દ્વારા જેસીબી થી દુર કરાયું
પાલિકા દ્વારા બિન કાયદેસર નું દબાણ દૂર કરવાની કામગીરીને લોકોએ સરાહનીય લેખાવી…
પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરવા અવાર નવાર નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે.
ત્યારે શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ની સામે જૂની સબજેલની દીવાલ પાસે ભંગારનો વ્યવસાય કરતા ઈસમ દ્વારા સરકારી જગ્યા ઉપર કોઈપણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસરનું પાકું બાંધકામ શરૂ કરતા અને આ બાબતની જાણ જાગૃત નાગરિક દ્વારા પાટણ નગરપાલિકાના સત્તાધીશો સહિત ચિફ ઓફિસ ને કરાતા ગેરકાયદેસર દબાણ કરનાર ઈસમને પાલિકા તંત્ર દ્વારા શરૂઆતમાં મૌખિકમાં પોતાની જાતે દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.
પરંતુ દબાણ કરનાર ઇસમ દ્વારા પોતાનું દબાણ સ્વેચ્છાએ દૂર નહીં કરતા શુક્રવારના રોજ પાટણ નગરપાલિકા ના ચિફઓફિસર નિતિનભાઇ બોડાત દ્રારા પાલિકા ટીમને જેસીબી મશીન સાથે દબાણ સ્થળે મોકલી બિન કાયદેસરનું પાકુ દબાણ દૂર કરી સરકારી જગ્યા ખુલ્લી કરાવી હતી. પાટણ શહેરમાં બિનઅધિકૃત રીતે થતા દબાણો દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા કરાતી કામગીરીને લોકોએ પણ સરાહનીય લેખાવી હતી.