જામનગર : ધ્રોલમાં જૂની બિલ્ડીંગ ધરાશાઈ થતા બેથી વધુ બાળકો દટાયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
જામનગરના ધ્રોલમાં જૂની બિલ્ડીંગ ધરાશાઈ થઈ છે. જેમાં બેથી વધુ બાળકો દટાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બીજી તરફ જેસીબીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જામનગરના ધ્રોલમાં સોમવારે નૂરી હાઇસ્કુલ પાસે જૂની બિલ્ડીંગ ધરાશાઈ થઈ છે. જેમાં બેથી વધુ બાળકો દટાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.