गुजरातटॉप न्यूज़राज्य

ભુજ: મતદાન વખતે ક્ષત્રિય સમાજની મહિલા પર ટિપ્પણી, પોલીસ ફરિયાદ દાખલ

ભુજ: મતદાન વખતે ક્ષત્રિય સમાજની મહિલા પર ટિપ્પણી, પોલીસ ફરિયાદ દાખલ

ભુજ તાલુકાના માધાપર ખાતે ગઈકાલે શાળામાં ક્ષત્રિય સમાજના લોકો મતદાન કરવા આવતા હોઈ તેની સામે મહિલાની ગરીમાનું અપમાન કરનારા શખ્સ વિરૂદ્ધ પગલા ભરવા માધાપર પોલીસ મથકે લેખિત રજુઆત કરવામાં આવી છે. 

 મહિલા ગરીમાનું અપમાન કરી સમાજની લાગણીને ઠેસ પહોંચાડી

માધાપર રાજપુત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટના પ્રમુખે માધાપર પોલીસ મથકે લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, સાત મેના સવારે 10થી 11:30 દરમિયાન માધાપરની શ્રીજી વિદ્યાલય શાળા મધ્યે ક્ષત્રિય પરિવાર રાજપુતાના પોશાક પહેરી મતદાન કરવા આવતા હોઈ ધવલ રાવલ નામના વ્યક્તિએ આ જોહર કરવાવાળીઓ આવી અને આ બધા આંદોલન કરવાવાળા છે, તેવું કહી મહિલા ગરીમાનું અપમાન કરી સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે. 

સામાજીક ટિપ્પણી કરી વૈમનસ્ય ઉભુ થાય તેવો પ્રયાસ કરાયો

ચાલુ મતદાન મથકે સામાજીક ટિપ્પણી કરી વૈમનસ્ય ઉભુ થાય તેવો પ્રયાસ કરાયો હતો. આ બનાવને સમાજ વખોડી કાઢે છે. સમાજની મહિલા પાંખ, કરણી સેના માધાપર દ્વારા આ બનાવ અંગે પોલીસ અધિક્ષકને પણ રજુઆત કરી છે.  આ બાબતે માધાપર પોલીસ મથકનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, માધાપર રાજપુત ક્ષત્રિય સમાજની અરજી મળી છે જે પરથી તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×