गुजरातगुड मॉर्निंग न्यूज़टॉप न्यूज़पाटन जिला

રાધનપુર: NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી) દ્વારા લગાવેલ લોખંડનું સાઈનબોર્ડ હોર્ડિંગ ધરાશાઇ થયું

રાધનપુર: NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી) દ્વારા લગાવેલ લોખંડનું સાઈનબોર્ડ હોર્ડિંગ ધરાશાઇ થયું

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં હવામાન વિભાગ ની આગાહી વચ્ચે ભારે પવન સાથે વરસાદનું આગમન થતાની સાથે જ વિસ્તારમાં અનેક નાની મોટી નુકશાની જોવા મળી હતી.ત્યારે રાધનપુરના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લગાવેલ લોખંડનું સાઈનબોર્ડ હોર્ડિંગ ધરાશાઇ થયું હતું.જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાની કોઈ વિગત જાણવા મળી નથી.ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવેલ હોર્ડિંગ બોર્ડ મજબૂત હોય છે છતાં રાધનપુરમાં ભારે પવન ની તીવ્રતા ને કારણે આ બોર્ડ ધરાશાય થવા પામ્યું હતું.

રાધનપુરમાં ગાજવીજ વીજળીના કડાકા સાથે ભારે પવન ફુંકાતા શહેરમાં રેતીના રજ જોવા મળ્યા હતા તો સાથેજ ભારે પવન ની તીવ્રતા ને કારણે નેશનલ હાઇવે પર આવેલ લોખંડનું સાઈનબોર્ડ હોર્ડિંગ ધરાશાઇ થયું હતું.નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવેલ હોર્ડિંગ બોર્ડ રસ્તા વચ્ચે પડયા હતા.જોકે રસ્તા પર ચાલી રહેલ વાહનો માં સદ નસીબે કોઈજાન થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી અને રસ્તા પર આ હોર્ડિંગ પડતાં હાઇવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.

આમ, રાધનપુર ખાતે વરસાદી માહોલ વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવેલ હોર્ડિંગ હાઇવે પર પડતાં હાઇવે પર વાહન વ્યવહાર અટવાયો હતો.જોકે અતિશય ભારે પવન ને લઇને લોખંડના હોર્ડિંગ બોર્ડ જે લોખંડ એંગલ પર લગાવવામાં આવ્યા હતા જે નેશનલ હાઇવે ઓથોરિટી નાં દ્વારા લગાવેલ હોય છે જે દર્શાવે છે કે કયો રસ્તો ક્યાં જઇ રહ્યો છે તે તમામ આ બોર્ડમાં માર્ગદર્શન આપતું હોર્ડિંગ બોર્ડ ભારે વરસાદ સાથે ભારે પવન ને કારણે ધરાશાય થયું હતું.આમ,રાધનપુરમાં ગાજવીજ અને વીજળીના ચમકારે અતિ તીવ્ર ગતિએ પવન ફુંકાયો હતો જેને લઇને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવેલ લોખંડનું સાઈનબોર્ડ હોર્ડિંગ ધરાશાય થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×