गुजरातपाटन जिला

સાંતલપુર ખાતે મીઠું ભરીને આવતા ઓવરલોડ ડમ્પરોના કારણે અકસ્માત નો ભય: લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા

જાહેર રસ્તામાં રોડ ઉપર પાણી વાળુ મીઠું પડવાને કારણે રોડ ઉપર ચીકાશ જામી જતાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે

 

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે મીઠા રણમાં અલગ અલગ મીઠાની ફેક્ટરીઓ આવેલી છે. તેની અંદર બનાસકાંઠાના બોરૂ ગામથી મીઠું ભરીને સતત દિવસ દરમિયાન તેમજ રાત્રે અવરલોડ ભરીને મીઠાના ડમ્પરો ચાલતા હોય છે. જેના કારણે રોડ ઉપર મીઠા વાળું પાણી ઢાળવાના કારણે ચિકાસ જામી જતી હોય છે. તેના કારણે વારંવાર

અકસ્માતની ઘટનાઓ બને છે કેટલાક લોકો તો મોતને ભેટી ચુક્યા છે.ત્યારે આ અકસ્માતના કારણે સાતલપુર પોલીસ અને આરટીઓની મીઠી નજર હેઠળ અવરલોડ મીઠાના ડમ્પરો બોરૂ ગામથી સીધાડા થી સાતલપુર સુધી પહોંચતા હોય છે તેવું લોકોએ જણાવ્યું હતું.રસ્તામાં રોડ ઉપર પાણી વાળો મીઠું ઢણવાના કારણે રોડ ઉપર ચીકાશ જામી જતાં હોય તેને લઈને વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે.અને આ ઘટનાઓ ને  લઇને સ્થાનિક લોકો પણ ત્રાહિમામ પોકારી ઊઠયા છે.સાતલપુર પોલીસ અને આરટીઓ આવા અવરલોડ ભરીને જતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×