गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના હારીજ : પોલીસ કર્મી ની દબંગાઈ આવી સામે: પોલીસે પત્રકાર પર કર્યો જીવલેણ હુમલો, અગાઉ સાંતલપુર પોલીસ મથકે પણ પત્રકારને માર મારવાની ઘટના બની હતી

 

પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદાર પોલીસ કર્મી વિરુદ્ધ યોગ્ય અને કાયદેસર કાર્યવાહી કરવા પત્રકાર આલમમાં ઉગ્ર માંગ ઉઠવા પામી

પત્રકાર પોલીસ મથકે કોઈ ઘટના બાબતની વિગત પૂછપરછ માટે જતાં હુમલો કરાયો:  પત્રકાર ઉપર હુમલો કરતા પોલીસ કર્મીઓને સત્તા કોણે આપી..

પાટણ જિલ્લાના હારીજ ખાતે વિનોદ ઠાકર નામના પત્રકાર ઉપર જીવલેણ હુમલો કરાયા હોવાની ઘટના સામે આવતા પત્રકાર આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ઘટના માં હારીજ પોલીસ ની દબંગાઈ સામે આવી છે.હારીજ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીએ પત્રકાર પર હુમલો કરતા પાટણ જિલ્લા પત્રકાર આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

સાંતલપુર પોલીસ મથક માં પણ થોડા સમય અગાઉ ગોવાભાઇ આહીર નામના પત્રકાર સાથે પણ ઘટના બની ચૂકી છે.ત્યારે વારંવાર પાટણ જિલ્લામાં પત્રકાર પર થઈ રહેલ મારામારી ની ઘટના ને લઇને પત્રકાર આલમમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ ની ઘટનામાં સાંતલપુરના પત્રકાર ગોવાભાઈ આહીરને સાંતલપુર પોલીસ મથકે પોલીસ સ્ટેશન ખાતે અગાઉની બનેલ કોઈ ઘટના ને લઇને પોલીસ મથકે તપાસ કરવા ગયા 

હતા અને ત્યાં પહોંચ્યા બાદ પત્રકાર ઉપર દબાણ કરતા પત્રકાર ઉપર  પોલીસ સ્ટેશન નાં પીએસઆઈ હિતેશભાઈ ચૌધરી અને કોન્સ્ટોબેલ સોમાભાઈ ચૌધરી દોવારા  હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આવી પોલીસ ની વારંવાર દાદાગીરી પાટણ જિલ્લામાં સામે આવતા પોલીસ તંત્ર ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ હારીજ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા લાલભાઈ નાડોદા નામના પોલીસકર્મી એ પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકર નામના યુવક પર હુમલો કર્યો હતો.હારીજ તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકર ને પોલીસકર્મી દ્વારા ઢોર માર મારતાં અને જીવલેણ હુમલો કરતા પત્રકાર લોહીલુહાણ હાલતમાં 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જે બાદ વધુ સારવાર અર્થે પાટણ હોસ્પિટલ ખસેડાયા હોવાની વિગતો જાણવા મળી છે.

પત્રકાર ઉપર થયેલ જીવલેણ હૂમલા ને લઇને પત્રકારો માં પણ ભારે રોષ ફેલાયો છે અને પોલીસ કર્મીઓને પત્રકાર ઉપર કે કોઈ નિર્દોષ વ્યક્તિ ઉપર હાથ ઉપડવાની સત્તા કોને આપી છે તે તમામ પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાનગી ન્યૂઝ ચેનલ ના રિપોર્ટર વિનોદ ઠાકર બંને પગે હેન્ડીકેપ છે અને પત્રકાર વિનોદ ઠાકર ગત મોડી રાત્રે હારીજ મા થયેલ માથાકૂટ બાબતે પોલીસ મથકે પૂછપરછ માટે અને વિગતો જાણવા ગયા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ સ્ટેશન વિગત લેવા ગયેલા પત્રકાર ઉપર પોલીસકર્મી એ હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા.

મળતી માહિતી પ્રમાણે હારીજ પોલીસ સ્ટેશન મા કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલભાઈ નાડોદા દ્વારા પત્રકાર ને ઢોર માર મારવામાં આવ્યો હતો.ત્યારે હવે પ્રશ્ન ઊભો એ થાય છે કે સુ હવે પોલીસ સ્ટેશન મા વિગત લેવા જવું કોઈ ગુન્હો છે પોલીસ મથકે જતાય પણ પોલીસ પત્રકાર પર હુમલા આ ઘટનાને પગલે કોઈ પણ પત્રકારને આ રીતે માર મારવાની કોસ્ટેબલ ને છૂટ કોને આપી છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે.!!!

પાટણ જિલ્લામાં બેફામ દેશી તેમજ વિદેશી દારૂ ના અડાઓ ધમધમી રહ્યા છે ત્યારે પોલીસ બુટલેગરો ને છાવરી રહી છે.જિલ્લામાં ઘમઘમતા દારૂ જુગાર તેમજ વલ્લી મટકા ના અડાઓ છતાં પોલીસ મૌન સેવી બેઠી છે અને નિર્દોસ લોકો પર હુમલો કરી ઢોર માર મારી પોતાનો ખોફ બતાવતી આ બાહોશ હારીજ પોલીસ ના કોસ્ટેબલ ને કોને માર મારવાની સતા આપી વગેરે સવાલો.!!  સુ હારીજ પોલીસ સ્ટેશન માં પોલીસ છે કે ગુંડારાજ , પત્રકાર ઉપર જીવલેણ હુમલો કરતા પોલીસ કર્મીઓ પર ક્યારે રોક.!! હારીજ માં વિકલાંગ પત્રકાર પર પોલીસ કર્મીએ હુમલો કરતા પત્રકાર લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હોવાની વિગત જાણવા મળતા હાલ સમગ્ર પત્રકાર આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તેમજ આવા પોલીસકર્મી ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×