गुजरातपाटन जिला

પાટણની એકતા પાકૅ સોસાયટીમાં ખુલ્લામાં જુગાર રમતા 6 જુગારી ઓને એલસીબી ટીમે દબોચ્યા

 

પાટણ સીટી એ ડીવી. વિસ્તાર આવેલ એકતા પાકૅ સોસાયટીમાં ખુલ્લામાં પાના પતી નો જુગાર રમતા છ જુગારીઓને પાટણ એલસીબી ટીમે બાતમી ના આધારે દબોચી રોકડ રકમ સહિત જુગાર ના સાહિત્ય સાથે એ ડિવિઝન પોલીસ ને સોપવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ શહેર અને જિલ્લામાંથી પ્રોહી જુગાર ની બદીને ડામી દેવા જિલ્લા પોલીસ અધિક્ષક ની સુચના આધારે પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ વી. આર. ચૌધરી દ્વારા એલસીબી ટીમ સાથે એ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે મળેલ બાતમી હકીકત આધારે પંચો સાથે પાટણની એકતા પાર્ક સોસાયટી ખાતે જુગાર અંગે રેઇડ કરી એકતા પાર્ક સોસાયટી ખાતે ખુલ્લામાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૧૭,૮૦૦/- તથા જુગારના સાહિત્ય સાથે પકડી પાડી તમામ ઈસમો વિરૂધ્ધમાં પાટણ સીટી એ ડીવી. પો.સ્ટે. ખાતે જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

પાટણ એલસીબી ટીમે ઝડપેલ સાત જુગારીઓ પૈકી

રામી રાકેશભાઇ નરસિંહભાઇ રહે.સોનીવાડો તા.જી.પાટણ

ત્રિવેદી નયનભાઇ હરીશભાઇ રહે.લાલેશ્વર પાર્ક ઘર નં.-૨ તા.જી.પાટણ

રાણા જીતેન્દ્ર શાંતિજી રહે પાટણ પીંપળાગેટ ચોકીની સામે તા.જી.પાટણ

શેખ શબ્બીરભાઇ વલીમહમદ રહે.મોખાતવાડો તા.જી.પાટણ

પ્રજાપતિ મફાભાઇ વિરમભાઇ રહે.ગુમડા મસ્જિદ તા.જી.પાટણ

કડીયા રજનીકાંત મટુલાલ રહે.પાટણ મોટો ટાંકવાડો તા.જી.પાટણ હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×