गुजरातगुड मॉर्निंग न्यूज़

ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો : વડાલી પોલીસ સ્ટેશનમાં તબીબ સામે ફરિયાદ નોંધાઈ

 

વડાલી તાલુકાના મેધ ગામમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ગાંધીનગર આરોગ્ય વિભાગની સૂચનાના આધારે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ ઈડર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા રેડ કરીને ઝડપી લેવામાં આવ્યો હતો. તબીબ સામે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તબીબ સામે કાર્યવાહી કરી હતી.

વડાલીના મેધ ગામમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટર સામે એક જાગૃત નાગરીકે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગમાં લેખિતમાં કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જેના આધારે ગાંધીનગર આરોગ્ય વિભાગ ટીમ દ્વારા ઈડર તાલુકા હેલ્થ ઓફિસરને આ બાબતે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવતા શનિવારે ઈડર તાલુકા હેલ્થ ઓફિસર, જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ અને થેરાસણા મેડિકલ ઑફિસર દ્વારા મેધ ગામે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ત્યાર બાદ કોઈ ડિગ્રી, સર્ટીફીકેટ કે પુરાવા નહિ મળી આવતા ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરી રહેલા બોગસ ડોક્ટર અબ્દુલખાન યાકુફ્ખાન પઠાણ સામે થેરાસના PHCના મેડીકલ ઓફિસર પંકજકુમાર હિંમતસિંહ કટારાએ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×