![](/wp-content/uploads/2024/06/IMG-20240603-WA0878.jpg)
જિલ્લાના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારો એ ધટનાને શખ્ત શબ્દોમાં વખોડી: પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ ની હકીકત મેળવવા ગયેલ હારીજના સ્થાનિક અને ખાનગી ન્યુઝ ચેનલ મા ફરજ બજાવતા હેન્ડીકેફ પત્રકાર વિનોદ ઠાકર પર હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ઉશ્કેરાઈ જઈને વિનોદ ઠાકર ને ગડદાપાટુનો માર સાથે મોઢા ના અને નાકના ભાગે ફેટમબાજી કરી ગંભીર ઈજા પહોંચાડી લોહી લુહાણ કરતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 દ્રારા હારીજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેઓની ગંભીર ઈજાઓ ના કારણે હારીજ હોસ્પિટલના તબીબે તેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હારીજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ દ્રારા ફરિયાદ ની માહિતી મેળવવા ગયેલ સ્થાનિક પત્રકાર વિનોદ ઠાકર પર પર કરાયેલા હુમલા સંદર્ભે હારીજ સહિત જિલ્લાના પત્રકારોએ ધટનાને શખ્ત શબ્દોમા વખોડી હુમલો કરનાર પોલીસ કોન્સટેબલ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ સાથે સોમવારે જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી ઈજાગ્રસ્ત બનેલા પત્રકાર ને ઝડપથી ન્યાય મળે અને પોલીસ કોન્સટેબલ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
હારીજ પોલીસ કોન્સટેબલ દ્રારા પત્રકાર પર કરાયેલા હુમલાના પગલે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેકટર ને આપવામાં આવેલ આવેદનપત્ર ના આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.