गुजरातगुड मॉर्निंग न्यूज़बनासकांठा
થરાદમાં વાહનોની એટલી લાંબી કતારો લાગી કે 1.કિમી જેટલો ટ્રાફિક જામ દેખાયો
થરાદ નગરમાં પાણીના ટાંકાથી દૂધ શિત કેન્દ્ર સુધી રોડની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યારે આજરોજ બપોરે ચાર રસ્તાથી રેફરલ ત્રણ રસ્તા સુધી ટ્રાફિક જામ થતાં વાહનચાલકો ગરમીમાં શેકાયા હતાં.
થરાદમાં પાણીના ટાંકાથી કેનાલ સુધી રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈને નગરના માર્ગો પર ટ્રાફિક જામ અવરનવર થતું હોય છે. જેથી વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. આજરોજ બપોરે હાઇવે પર રોડની કામગીરી દરમિયાન ચાર રસ્તાથી રેફરલ ત્રણ રસ્તા સુધી
વાહનોની લાંબી કતારો લાગી હતી. જોકે વધુ ટ્રાફિક માં હોસ્પિટલ પાસે થયું હતું. વાહનોની એટલી લાંબી કતારો લાગી હતી કે એક કિમી જેટલો ટ્રાફિક જામ દેખાયો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં હાઇવે પર ટ્રાફિક થતાં વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા હતા. રોડની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી વાહનચાલકોમાં માગ ઉઠી હતી.