गुजरातपाटन जिला

પાટણ જિલ્લામાં હારીજ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયેલા હુમલા ને લઇને ધારાસભ્ય એ એસ પી અને કલેકટર ને રજુઆત કરી.

 

હારીજ ખાતે પત્રકાર પર પોલીસ દ્વારા કરાયેલા જીવલેણ હુમલા ના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાત રાજ્યમાં પડ્યા છે તેમજ ગુજરાત રાજ્ય ના‌ કેટલાંય જીલ્લા માં પત્રકારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ જીલ્લા ના તમામ સંગઠનો દ્વારા જીલ્લા પોલીસ વડા તથા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ચાણસ્મા વિધાનસભા ના ધારાસભ્ય દિનેશજી ઠાકોર દ્વારા પણ પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેકટરને રજૂઆત કરી પત્રકાર ને ન્યાય મળે તેમ જણાવાયું હતું

ચાણસ્મા વિધાનસભા ના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર દ્વારા પાટણ જીલ્લા પોલીસ વડા તથા કલેકટરને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે પત્રકાર પર હુમલો કરનાર પોલીસ કર્મી ઘણા લાંબા સમયથી હારીજ ખાતે ફરજ બજાવે છે તેમજ ખુબ જ માથાભારે હોવાથી કોઈએ તેની સામે ફરીયાદ કરતું નથી ત્યારે આ પોલીસ કર્મી સામે કાયદેસરની કાર્યવાહી કરી પત્રકાર ને ન્યાય મળે તે માટે ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર દ્વારા રજુઆત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×