ઉંઝા હાઈવે પર ટ્રકની ટક્કરે ટ્રેક્ટર પલટી ખાતાં ત્રણને ઈજાઓ
ઊંઝા મહેસાણા હાઇવે પર રાવલ પેટ્રોલપંપની સામે ટ્રેક્ટર લઈ જીરું ભરી મજૂરોને લઈ પસાર થઇ રહેલ ચાલકને ટ્રકે ટક્કર મારતાં ટ્રેક્ટર ડીવાઈડર પર ચડી જવા પામ્યું હતુ. તેમજ ત્રણ રાજસ્થાની મજૂરોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મોબાઇલ વાન મારફતે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. અકસ્માતને લઇ ધટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. વિગતો અનુસાર ઊંઝા શહેરના મહેસાણા હાઈવે પર રાવલ પેટ્રોલપંપની સામે જીરૂં ભરી ફેક્ટરીએ મજૂરો સાથે જઇ રહેલ ટ્રેકટરને પૂરઝડપે આવી રહેલ ટ્રકના ચાલકે ટક્કર મારતાં ટ્રેક્ટર ડીવાઈડર પર ચડી ગયું હતું.
તેમજ ટ્રોલીને નુકસાન પહોચ્યું હતું તેમજ જીરાની બોરીઓ રોડ પર વેર વિખેર થઈ ગઈ હતી. અકસ્માતને લઇને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. જેને કારણે હાઇવે ટ્રાફિક સર્જાયું હતું. જેમાં ઇજાગ્રસ્ત સિયારામ , અર્જુનરામ સહિત ત્રણને સારવાર માટે ૧૦૮ મોબાઇલ વાન મારફતે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જોકે ટ્રકનો ચાલક ટકકર મારી ફરાર થઈ ગયો હોવાનું હાજર સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.