गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના રાધનપુર ગ્રામીણ બરોડા બેંકમાં છેલ્લા કેટલાક દિવસો થી બેક પાસ બુકમાં એન્ટ્રી ન પડતી હોવાથી અરજદારોને હાલાકી

 

ભારે ગરમી વચ્ચે ગ્રામીણ બરોડા બેંકમાં અરજદારો ના કામકાજ સમયસર ન થતાં અરજદારોમા રોષ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ગ્રામીણ બરોડા બેંકમાં ભારે ગરમી વચ્ચે બેન્ક નાં કામકાજ અર્થે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માંથી આવતા લોકોને બેંકની પાસબુક માં એન્ટ્રી નહિ પડતાં ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે ગામડે થી આવતા લોકોને બેંકની પાસબુક માં એન્ટ્રી માટે તેમજ ખાતું બ્લોક હોય ચાલુ કરાવવા માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા હોય બેંકની કામગીરી સામે અરજદારો મા રોષ જોવા મળી રહ્યો છે.

રાધનપુર ખાતે આવેલ ગ્રામીણ બરોડા બેંક ના સ્ટાફ ને આ હાલાકી મામલે પુછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં બેંક સ્ટાફ ઓછો હોવાથી અરજદારો ને મુશ્કેલીઓ પડી રહી છે. અસંખ્ય અરજદારો દિવસ દરમ્યાન બેકની પાસબુક મા એન્ટ્રી પડાવવા આવતા હોય છે પણ સ્ટાફના અભાવના કારણે અરજદારો ને એન્ટ્રી માટે પાસબુક મૂકીને જવાની ફરજ પડી રહી છે. જોકે બેંક સ્ટાફ વધારવા રજુઆત કરવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

રાધનપુર બરોડા ગ્રામીણ બેંકમાં બેંકની પાસબુકમાં એન્ટ્રી નહિ થતાં અને બેંકના કામકાજ સમયસર નહિ થતાં લોકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બેંક દ્વારા આ મુશ્કેલી ના નિરાકરણ માટે તાત્કાલિક વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી અરજદારોમા માંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×