गुजरातटॉप न्यूज़

ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા પાંચ ધારાસભ્યોએ લીધા શપથ, વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધ્યું

વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની જીત થઈ છે. ત્યારે આજે (11મી જૂન) ગુજરાત વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં વિજાપુરથી સી. જે. ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદના શપથ લીધા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જાણો કોને કેટલા મત મળ્યા

સાતમી મેના રોજ  લોકસભાની સાથે રાજ્યની પાંચ વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા હતા. પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ 1,33,163 મત સાથે જીત હાંસલ કરી હતી. ખંભાત બેઠક પરછી ચિરાગ પટેલે 88,457 મત મેળવ્યા હતા, તો વિજાપુર બેઠક પરથી સી.જે. ચાવડાએ 1,00,641 મત સાથે જીત મેળવી હતી. આ પૈકી સૌથી ચર્ચાસ્પદ માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીએ 82,017 મતથી વિજય મેળવ્યો હતો.

વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 સુધી પહોંચ્યું

વિજાપુરથી સી.જે. ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો છે. આ ઉપરાંત વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આમ, વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થઇ ગયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×