गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના સમીના વાવલ ગામે ખેતરમાં થી પસાર થતો ચાલુ વિજ વાયર તૂટતા ત્રણ ભેસો ને શોટૅ લાગતાં મોતને ભેટી

ભેંસોના શોટૅ લાગવાથી નિપજેલ મોતને પગલે ખેડૂત પર અણધારી આફત આવી પડી : વળતર ચુકવવા માગ: પાટણ જિલ્લાના સમી તાલુકાના વાવલ ગામનાં ખેડૂત ના ખેતર માથી પસાર થતી વીજ લાઈન નો હેવી વિજ તાર કોઈ કારણસર તૂટી ને  ખેતરમાં ચારો ચરતી ત્રણ ભેસો પર પડતાં ત્રણેય ભેસો ના ધટના સ્થળે જ શોટૅ લાગવાથી મોત નિપજતા ખેડૂત પર અણઘારી આફત આવી પડી છે. તો આ ધટના મા ખેડૂત ને વળતળ મળે તેવી માગ કરવામાં આવી છે.

આ ધટના ની મળતી માહિતી મુજબ સમી તાલુકાના વાવલ ગામના ઠાકોર મહાદેવભાઈ રતુભાઈ ના ખેતર માથી પસાર થતાં 11 કેવી વીજ લાઈન નો વાયર અગમ્ય કારણોસર બુધવારે સવારે તૂટી ખેતરમાં ચારો ચરતી ત્રણ ભેંસ ઉપર પડતાં ત્રણેય ભેસો ના શોટૅ લાગતાં મોત નિપજતા ખેડૂત પર આફત આવી પડી હતી. ખેતરમાં ચરવા ગયેલ ત્રણ ભેંસો પર વીજ લાઈન ટુટી ને પડતા ત્રણ પશુઓના મોત ને લઇ ખેડૂત ને વળતર ચુકવવામાં આવે તેવું ગ્રામજનો કહી રહ્યા છે.

તો ખેતરમાં થી પસાર થતી હેવી વીજલાઇન નો તાર ટુટી ને પડતા સજૉયેલ ઘટનાને લઈને પશુ માલિક ઠાકોર મહાદેવભાઈ રતુભાઈ સહિત નાઓએ વિધુત બોડૅ ની બેદરકારીને કારણે આ ધટના સજૉઈ હોવાના આક્ષેપ કરી વળતર ચુકવવાની માગ કરી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×