વલ્લભનગર પ્રાથમિક શાળામાં જતા ભૂલકાઓ ગટરમાં પડી જવાની ભીતિ: રાધનપુર મસાલી રોડ પર આર એન્ડ બી વિભાગ દ્વારા બનાવવામાં આવેલ કરોડો રૂપિયાના ખર્ચે ગટરના ખુલ્લા ઢાંકણા અને ખુલ્લી ગટરમાં ખદબદી રહી છે જવાબદાર તંત્ર દ્વારા ગટર બનાવ્યા બાદ સાફ સાફ ન કરવામાં આવતા ગટરમાં ગટરનું ગંદુ પાણીએ ભરાઈ રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વલ્લભ નગર પ્રાથમિક શાળમાં અભ્યાસ અર્થે જતા નાના ભૂલકાઓ ક્યારેક ગટરમાં ખાબકેતો બાળકને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.
રાધનપુર વોર્ડ નંબર 7 માં મસાલી રોડ પર આવેલ વલ્લભનગર પ્રાથમિક શાળામાં આજુબાજુના નાના ભૂલકા અભ્યાસ અર્થે આવતા હોય છે. પરંતુ આર એન્ડ બી વિભાગ દ્વારા બનાવવામાં આવેલ કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ સાફ સફાઈ કરવામાં ન આવતા ગટરમાં કેટલી એટલી હદે ગંદકી છે કે ત્યાંથી પસાર થતા લોકોને મોઢા પર રૂમાલ રાખી નીકળવું પડેછે. દર ચોમાસે મસાલી રોડ પર ઢીંચણ સમુ પાણી ભરાઈ જવાથી મહિનાઓ સુધી પાણી સુકાતું નહીં અને ખુલ્લી ગટરમાં વરસાદી પાણી રોડ ઉપર અને ગટર લેવલ ભરાઈ જતા ગટર પણ ક્યાંય દેખાતી નહીં કેટલાક લોકો કેટલીકવાર ગટરમાં પડવાથી નાની મોટી ઈજાઓ પહોંચી છે.
ગટર અંદાજિત 4 ફૂટ જેટલી ઊંડી હોવાના કારણે નાનું બાળક પડે તો બહાર ન નીકળી શકે તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. મસાલી રોડ પર આહિર સમાજની વાડી અને વલ્લભ નગર પ્રાથમિક શાળાઓ આવેલ છે તેમાં હરરોજ 1000 થી વધારે પ્રાથમિક શાળામાં બાળકો અર્થે અભ્યાસ આવે છે. ક્યારેક કોઈ બાળક ખુલ્લી ગટરમાં પડવાની તેમના માતા પિતાને ડર સતાવી રહ્યો છે. મસાલી રોડ પર કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર નિવાસ્થાન આવેલ છે. પરંતુ આ ખુલ્લી ગટર આજ દિન સુધી સાફ-સફાઈ કરવામાં આવેલ નહીં ત્યારે નેતાઓ કેમ ધ્યાને આવતું નહીં ત્યારે સત્વરે ખુલ્લી ગટર ઢાંકણા નાખવામાં આવે અને ગટરની સાફ-સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.