गुजरातटॉप न्यूज़बनासकाठा

બનાસકાંઠામાં વન વિભાગની રહેમ નજર તળે લીલાછમ વૃક્ષોચૂપ સરેઆમ કતલ

વન વિભાગના અમૂક અધિકારીઓની મિલીભગત : સ્થાનિક નેતાઓ ૫ણ ચૂપ

 

આજની કાળઝાળ ગરમી અને કોરોના મહામારી દરમિયાન સર્જાયેલી ઓક્સિજનની અછત બાદ પણ હજુ વૃક્ષોની કતલ થઈ રહી છે. વૃક્ષ થકી મફતમાં મળતા ઓક્સિજનની કોઈને કિંમત નથી. ત્યારબાદ આ વર્ષે પડેલ કાળઝાળ ગરમીએ પણ વૃક્ષનું મહત્વ સમજાવ્યું છે. જોકે આવા કિંમતી અને ઉપજાઉં એવા લીલાછમ વૃક્ષની હરિયાળીને દેશી વીરપ્પનો આડેધડ વૃક્ષ છેદન કરી આ વિસ્તારને ઉજ્જડ રણમાં ફેરવી રહ્યા છે. જિલ્લામાં એક સમયે આંગળીના વેઢે ગણી શકાય તેટલી સો મિલો હતી.

આજે કાયદેસર અને બિનકાયદેસર રીતે ૨૦૦ થી વધુ સો મિલો સમગ્ર જીલ્લામાં ધમધમી રહી છે. તેમજ આ સો મિલોના મોટા ભાગના માલીકો  કચ્છ અને કઠિવાવાડથી આવી અહીં વસ્યા છે અને આવતાની સાથે જ લીલાછમ વિસ્તારને વેરાન કરી કરોડો કમાયા છે. તેમાં પણ ડીસાની વાત કરીએ તો ડીસા પાટણ હાઇવે નજીક આવેલા અંવિકા વે બ્રિજ નજીક વહેલી સવારે અંધકારમાં દેશી વીરપ્પનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમના જ મળતીયાઓ દ્વારા કાપી લવાયેલા કિંમતિ વૃક્ષ પાણીના મૂલે હરાજીમાં વેચાય છે અને ગણતરીના કલાકોમાં સો મિલોમાં આ વૃક્ષ વેતરાઈ જાય છે પરંતુ આ દેશી વીરપ્પનોના હપ્તાના દબાણ હેઠળ દબાવેલા અધિકારીઓ આજદિન સુધી આ બાબતે કોઈ જ કાર્યવાહી પણ કરી શકયા નથી.તેમની મિલકતોની તપાસ થાય તો અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે.

કાર્યવાહી કરવાની જવાબદારી કોની? થોડા અમય અગાઉ સવારે ડીસા પાટણ હાઇવે ઉપર લીલાછમ વૃક્ષ ભરી આવતા ઉંટ લારી અને ટ્રેકટર જોઈ પર્યાવરણ પ્રેમી મુકેશભાઈએ ટેલિફોનિક જિલ્લા ફોરેસ્ટ અધિકારીને જાણ કરતા તેઓ દ્વારા  આ જવાબદારી ડીસા મામાલદારની આવે છે અને મામલતદારને કહેવા જતા તેમણે આ કાર્યવાહી  ફોરેસ્ટ વિભાગમાં આવે છે. તેમ કહી અધિકારીઓએ પોતાની ફરજ રૂપી જવાબદારી એક બીજા ઉપર ઢોળવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પ્રતિબંધિત વૃક્ષોનું પણ આડેધડ કટિંગ : સરકાર દ્વારા કેટલાક નામશેષ થતા વૃક્ષ કાપવા બાબતે પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ખેર, ખીજડો સહિતના ૧૫ જેટલા વૃક્ષ કાપવા માટે સરકારની મંજુરી જરૂરી હોવા છતાં પણ આ દેશી વીરપ્પનો દ્વારા કાયદાની પણ પરવા કર્યા વિના આવા વૃક્ષોનો સોથ વાળી દીધો છે .સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતર વાડ કાઢી તાર ફેંસીંગ કરવા માટે સબસીડી આપવા ઉપરાંત કિંમતી એવા વૃક્ષ કાપવા બાબતે  ગ્રામ્ય તલાટીની મંજુરીની જોગવાઈ કરી છે જેનો ભરપૂર લાભ આ દેશી વીરપ્પનો ઉઠાવી રહ્યા છે માત્ર એક જ મંજુરી પત્રની આડમાં હજારો વૃક્ષ કાપી સો મિલોમાં નાખવામાં આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×