गुजरातटॉप न्यूज़पाटन जिला

પાલિકા પ્રમુખની સૂચનાને લઇ કર્મચારીઓ દ્વારા શહેરની વિવિધ કેનાલોની સાફ – સફાઈ કરવામાં આવી

 

પાલિકા પ્રમુખ ની સૂચનાઓનું અનુકરણ કરતા કમૅચારીઓની કામગીરી શહેરીજનોમાં સરાહનીય બની: પાટણ નગરપાલિકા પ્રમુખ પાલિકા ના એસઆઈ સહિત વોડૅ ઈન્સપેકટરોને શહેરીજનોની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બનાવવાની સાથે શહેરીજનોને ભોગવવી પડતી હાલાકીઓ દુર કરવા તાજેતરમાં કરાયેલ સુચના અન્વયે શનિવારના રોજ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક ના નાળાની સફાઈ કામગીરી સાથે કેનાલની ગંદકી ઊલેચી ટ્રેક્ટર મારફતે તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

તો હાશાપુર રોડ પર ની કેનાલ પણ સાફ કરી વરસાદના પાણી અવરોધાય નહિ તે મુજબની કામગીરી કરવામાં આવી હતી. શહેરના નાગરવાડા વોડૅ ઈન્સપેકટર અનિલ સોલંકી એ કમૅચારીઓ પાસે પદ્મકુટિર સોસાયટી બાજુમાં આવેલ ચોખ્ખા પાણી ની કેનાલમાં ખડકાયેલ પ્લાસ્ટિક નો કચરો જેસીબી મશીન થી દુર કરી કેનાલ ને સ્વચ્છ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

શહેરીજનોની સુખાકારી ને ધ્યાન મા રાખીને પાલિકા પ્રમુખ દ્વારા એસઆઈ સહિતના વોડૅ ઈન્સપેકટરોને કરાયેલ સુચના મુજબ તેઓ દ્રારા કરવામાં આવી રહેલ કામગીરીને શહેરીજનોએ પણ સરાહનીય લેખાવી હતી..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×