પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા શહેરના પશ્ચિમ વિભાગ અને હાઇવે પરથી પસાર થતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન કેટલીક ગાડીઓને બ્લેક ફિલ્મ હોવાથી પોલીસે ગાડીના કાચ ઉપર થી બ્લેક ફિલ્મ ઉતારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ના ઓ એ ટ્રાફિક નિયમ અંગે કડક અમલવારી કરવામાં સૂચના અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ શહેરના પીઆઇ ડી બી પટેલે પાલનપુર પશ્ચિમ વિભાગ શહેર અને નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહનોનું તપાસ કરવામાં આવી હતી. અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. પોલીસે દરેક વ્યક્તિઓ માટે કાયદો એક સમાન હોવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન વાહન રોકી બ્લેક ફિલ્મ કઢાવી દંડનીય કાર્યવાહી કરી હતી. પોલીસ ટ્રાફિક ડ્રાઇવ પગલે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતાં અન્ય વાહન-ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.