गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ જનતા હોસ્પિટલ માર્ગ પર આખલા યુદ્ધ જામતા અફરાતફરી મચી

 

રોડ સાઈડ પાર્ક કરેલા અનેક વાહનો આખલાઓએ અડફેટમાં લેતા વાહનોને નુકસાન,શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા પાલિકા દ્વારા ઢોર ડબ્બા ની કામગીરી શરૂ કરાઈ તેવી માંગ પ્રબળ બની: પાટણ શહેરના માર્ગો પર અવાર નવાર આંખલા યુદ્ધના દ્રશ્યો સર્જાતા હોવા છતાં પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા ઢોર ડબ્બે કરવાની કામગીરી હાથ નહીં ધરતા શહેરીજનોમાં પાલિકા પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે.

ગુરૂવાર ના રોજ પાટણ શહેરના જનતા હોસ્પિટલ માર્ગ પર હરાયા બનેલા બે આખલાઓ વચ્ચે શિંગડા યુદ્ધ  જામતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. તો માર્ગ વચ્ચે શિંગડે ભરાયેલા બંને આંખલાઓના યુદ્ધ ના કારણે વાહન ચાલકો થંભી જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા પામી હતી. આ આખલા યુદ્ધ દરમિયાન માગૅ ની સાઈડમાં પાર્ક કરાયેલ કેટલાક વાહનોને આખલાઓએ હડફેટે લેતાં વાહનોને નુકશાન પહોંચાડ્યું હતું.

જનતા હોસ્પિટલ જેવા ભરચક વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આખલા યુદ્ધને શાંત કરવા આ વિસ્તારના વેપારીઓ સહિત યુવાનોએ પાણીનો મારો અને લાકડીઓનો વરસાદ વરસાવતા મહામુસીબતે બંને આંખલાઓને જુદા પાડી ભગાડવામાં સફળતા મળતા વિસ્તારના લોકોએ તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. પાટણ શહેરના જાહેર માર્ગો પર અવાર નવાર જામતા આવા આંખલા યુદ્ધના કારણે કોઈ નિર્દોષ માનવ જિંદગીનો ભોગ લેવાય તે પહેલા પાલિકા તંત્ર દ્વારા શહેર માંથી રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા ઢોર ડબ્બાની કામગીરી હાથ ધરે તેવી માંગ પ્રબળ બનવા પામી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×