ભિલોડામાં આવેલી કરિયાણાની દુકાનમાંથી 127 પેકેટ નકલી વાઘબકરી ચા ઝડપાઇ હતી: ભિલોડાના નીર પ્લાઝામાં આવેલી માનસી ટ્રેડિંગ અને કોમલ કિરણા સ્ટોર્સમાં નકલી વાઘબકરી ચા મળતી હોવાની માહિતી કંપનીના સેલ્સ મેનેજરને મળી હતી. જેથી કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવ નિખિલ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા ગત 3 જુલાઈના રોજ ખાનગી વાહનમાં ભિલોડા આવ્યા હતા અને એક નકલી ગ્રાહક મોકલી બને દુકાનોમાંથી એક 250 ગ્રામનું અને એક 100 ગ્રામના વાઘબકરી ચાના પેકેટ મંગાવી અને કંપનીમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા.
જે અંગે ગઈકાલે આ બંને ચાના પેકેટ નકલી હોવાનું બહાર આવ્યું હતું. જેથી આજરોજ કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવ અને સેલ્સ મેનેજર દ્વારા પોલીસને સાથે રાખી બંને દુકાનોમાંથી 6500ની કિંમતના કુલ 127 પેકેટ વાઘબકરી ચાના નકલી પેકેટ મળી આવ્યા હતા.