પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક પાટણ શહેર સહિત જીલ્લામાંથી પ્રોહી લગતની ગે.કા. પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે વારાહી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન માહિતિ મળેલ કે સાહીલખાન રસુલખાન જતમલેક રહે. વારાહી ભોજાણીવાસ તા. સાંતલપુર જી.પાટણ વાળો પોતાના ઘરની બાજુમાં આવેલ ખુલ્લા વાડામાં કણજીના ઝાડ નીચે બહારથી માણસો બોલાવી પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ ગંજીપાના થી તિનપત્તિનો હારજીતનો જુગાર રમી રમાડી રહેલ
હોવાની હકીકત આધારે પંચો રૂબરૂ જુગાર રેડ કરતા સાત ઇસમોને રોકડ રકમ રૂ.૧૫,૧૦૦ તથા મોબાઇલ નંગ-૦૫ કિ. રૂ.૨૦,૫૦૦ અને જુગાર સાહિત્ય મળી કુલ રૂ.૩૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે સાહીલખાન રસુલખાન જતમલેક રહે.ભોજાણીવાસ તા.સાંતલપુર જી.પાટણ, વાલાભાઇ નાથાભાઇ સોલંકી રહે.આંબેડકર વાસ તા.સાંતલપુર જી.પાટણ, આબિદખાન ઇસબખાન જતમલેક રહે. તેજાણીવાસ તા.સાંતલપુર જી.પાટણ,ભરતભાઇ હેંગાભાઇ ભરવાડ રહે. ભરવાડ વાસ, તા.સાંતલપુર જી.પાટણ, રાજેશભાઇ તુલશીભાઇ દેવીપુજક રહે.ભરવાડ વાસ તા.સાંતલપુર જી.પાટણ,અશોકભાઇ હમીરભાઇ ગોહિલ રહે.ગોહિલ રહે. જીવરાણીવાસ તા.સાંતલપુર જી.પાટણ અને ભરતભાઇ રણછોડભાઇ ઠાકોર રહે. ઠાકોરવાસ તા.સાંતલપુર જી.પાટણ વાળાની અટકાયત કરી વારાહી પોલીસ ને સોંપતા આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.