રહીશો એ પાર્ક કરેલ વાહન દૂર કરવાનું કહેતા ચાલકે અસભ્ય વતૅન કરી ઈટ મારવાનો પ્રયાસ કર્યો: પાટણ શહેરના જુના બસ સ્ટેશન રોડ ઉપર ભગવતી નગર સોસાયટીના નાકે અવારનવાર ખાનગી વાહન ચાલકો પોતાના વાહનો પાકૅ કરતાં હોવાના કારણે વિસ્તારના રહીશોને હાલાકી ભોગવવી પડતી હોય છે તો રહીશો દ્રારા ખાનગી વાહન ચાલકો ને પોતાના પાકૅ કરેલા વાહનો દુર કરવા માંટે કહેવા જાય તો ખાનગી વાહન ચાલકો રહિશો સાથે અસભ્ય વતૅન કરી કયારેક મારા મારી પર પણ ઉતરી આવતાં હોય છે ત્યારે બુધવારે બપોરે ભગવતી નગર સોસાયટીના માગૅ પર ખાનગી વાહન ચાલકો દ્વારા પાકૅ કરવામાં આવેલા વાહનો હટાવી લેવા માટે કહેવા ગયેલા રહીશો સાથે ખાનગી વાહન ચાલકોના માલિકો દ્વારા અસભ્ય વતૅન કરી મારા મારી પર ઉતરી આવતાં મામલો બિચક્યો હતો અને રહિશોએ એકત્ર થઈ આ ખાનગી વાહન ચાલકો ની રોજેરોજ ની સમસ્યા દુર કરવા રસ્તા પર ઉતરી આવી માગૅ પર ચકકાજામ કરતાં અફરાતફરી મચી જવા પામી હતી.
ભગવતી નગર સોસાયટીના દ્વાર પાસે ખાનગી વાહન ચાલાકે પોતાનું વાહન પાર્ક કરતાં અવર જવર માટે નો રસ્તો બંધ થતાં રહિશોએ વાહન હટાવવાનું કહેતા વાહન ચાલક ઉશ્કેરાઈ જઈ રહીશો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ખાનગી વાહન ચાલકે સોસાયટીના રહીશો પર ઇંટ મારવાનો પ્રયાસ કર્યો હતો અને આ સમયે સ્થળ પર ટ્રાફિક પોલીસની ગાડી ઉભી હોવા છતાં ફરજ પરની પોલીસ બની મુક પ્રેક્ષક બનતા રહીશો રોષે ભરાયા હતા અને રસ્તા પર ઉતરી આવી ચકકાજામ કરતાં વાતા વરણ ગરમાયું હતું.
ભગવતી નગર સોસાયટી ના રહીશોએ આ રહેણાંક વિસ્તારમાં અવારનવાર ખાનગી વાહન ચાલકો દ્વારા આડેધડ પોતાના વાહનો પાકૅ કરી સજૉતી સમસ્યા ના નિરાકરણ ની માગ કરી સુત્રોચ્ચાર સાથે માગૅ ચકકાજામ કરતાં અફડાતફડી મચી જવા પામી હતી.