વારાહી પીપળી હાઈવે માર્ગે પર ગેસ કીટ આધારિત અલ્ટો કાર પલ્ટી ખાતા આગ ભભૂકી , શખ્સ જીવતો ભૂજાયો
કારમાં સવાર મઢુત્રા નો શખ્સ જીવતો ભૂજાયો, પોલીસ- ફાયર વિભાગ ધટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી: પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર અવાર નવાર ગાડીઓમાં આગ લાગવાની ઘટનાઓ સર્જાતી હોય છે.અને આવી ઘટનાઓમાં ગાડીમાં સવાર લોકો જીવતા ભૂજાતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો બુધવારે બપોરના સુમારે પાટણ જિલ્લાના રાધનપુર વારાહી રોડ પરથી પસાર થઈ રહેલ અલ્ટો કાર અગમ્ય કારણોસર માગૅ પર પલ્ટી મારી જતાં કારમાં આગ ભભૂકી ઉઠતા કારમાં સવાર એક શખ્સ આ આગમાં જીવતો ભૂજાયો હતો.
જયારે ધટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસ ને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી આગ લાગેલ ગાડી પર પાણી નો મારો છંટકાવી આગ પર કાબૂ મેળવી હાઈવે પર જામેલ ચકકાજામ ટાફિક ખુલ્લો કર્યો હતો.
ઘટનાના પગલે સ્થળ પર પહોંચેલ પોલીસે મૃતકની કરતા મૃતક રાજુભા ચનુભા સોઢા નામનો વ્યક્તિ રહે. મઢુત્રા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. અલ્ટો ગાડી રાધનપુર થી મઢુત્રા તરફ જઈ રહી હતી ત્યારે વારાહી- પીપળી માગૅ પર અગમ્ય કારણોસર કાર પલ્ટી મારી જતા આ દુઘૅટના સજૉઈ હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત દરમિયાન કદાચ પેટ્રોલની ટાંકી લીકેજ થઈ હોય અને શોર્ટ સર્કિટના કારણે આ ઘટના સર્જાય હોવાનું પણ તેઓએ અનુમાન લગાવી હાલમાં મૃતકની લાશનું પંચનામું કરી તેને પીએમ અર્થે વારાહી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.