गुजरातगुड मॉर्निंग न्यूज़

ઊંઝા હાઇવે પર આવેલ ઓવરબ્રિજ નીચે ગેરકાયદેસર દબાણોનો રાફડો : ટ્રાફિકની સમસ્યા યથાવત

સંબંધિત તંત્રની રહેમ નજર હેઠળ રસ્તો દબાણમાં ગરકાવ: ઊંઝા હાઇવે પર આવેલ ઓવરબ્રિજ નીચે ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટયો છે.

જેને લઇને ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત કેટલાંક ઈસમો દ્વારા બ્રીજ નીચે કાચા ઝુંપડા પણ બાંધવામાં આવ્યા છે. જેનો રહેણાંક તરીકે ઉપયોગ થઈ રહ્યો. કેટલાક દબાણકર્તાઓએ પોતાના કેબીનો ભાડે આપી ભાડું ઉઘરાવી રહ્યા હોવાની બુમરાણ ઉઠી છે.

બ્રીજની દુર્દશા જોઈ આવું પોલમ પોલ ક્યાં સુધી ચાલતું રહેશે તેવો પ્રશ્ન બુધ્ધિજીવી લોકોમાં ચર્ચાઈ રહયો છે. ગેરકાયદેસર દબાણોની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. જોકે હજુસુધી સંબધિત તંત્ર ઘોર નિદ્રામાં હોય કે પછી કથિત હપ્તારૂપી સાંઠગાંઠની રહેમનજર તળે આ ચાલી રહ્યું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.

વિગતો અનુસાર ઊંઝા હાઈવે પર સિદ્ધપુર તરફ જતા હાઈવે પર ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવા ઊંઝા સ્વ.ધારાસભ્ય ડો.આશાબેન પટેલના કાર્યકાળમાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ બ્રીજ નીચે ગેરકાયદેસર દબાણોનો રાફડો જામ્યો છે. આ બ્રીજ નીચે આડેધડ કેબિનો, નાસ્તાની લારીઓ, ચાની કીટ- લીઓ ઊભી કરી દેવામાં આવી છે. દબાણકર્તાઓ વાહનો પણ મનફાવે તેમ પાર્કિંગ કરી. ઉંઝા બસ સ્ટેશનની બહાર નીકળવાના માર્ગ આગળ હ- ઇવે સર્કલ આવેલું છે.

જે સર્કલથી ઉંઝા શહેરમાં જવા માટે અંડર બ્રીજ બનાવવામાં આવ્યો છે. બસ સ્ટેન્ડથી ઉંઝા શહેરમાં જવાના માર્ગે પર રિક્ષાચાલકોએ અડિંગો જમાવ્યો છે. મનફાવે તેમ આડેઘડ ઊભી રહેતી રિક્ષાઓના કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે. જેને લઇને વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ મહેસાણા જવાના પુલ નીચે લારી, ગલ્લા અને ખાનગી વાહનોના અડીંગા જામ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×