गुजरातपाटन जिला

સ્વચ્છ ભારત અભિયાન ના લીરે લીરા ઉડાવતુ પાટણ નું કુણધેર ગ્રામ પંચાયત..

કુણધેર ગામનાં રામદેવપીર મંદિર માગૅ પર ખડકાયેલા ગંદકીના ઢગ રોગચાળા ને આમંત્રિત આપી રહ્યા હોય તેવી સ્થિતિ નું નિર્માણ...

 

પાટણ જિલ્લાના કુણઘેર મુકામે સમગ્ર હિન્દુ ધર્મ ના આરાધ્ય ભગવાન રામદેવપીરનું મોટું મંદીર આવેલ છે જે ભાવિક ભક્તો માટે નું આસ્થાનુ પ્રતિક છે અને લોકો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.ત્યારે આ ગામમાં ગંદકી મામલે ગ્રામજનોએ આપેલા આવેદનપત્ર ને પણ ધોળીને ગ્રામપંચાયત પી ગયું છે.એક તરફ સરકાર દ્વારા કરોડો રૂપિયા નો ખચૅ કરી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ લાવવા મથામણ કરી રહી છે ત્યારે સરકાર ના સ્વચ્છ ભારત અભિયાન ના કુણધેર ગ્રામ પંચાયત દ્વારા લીરે લીરા ઉડાડવામાં આવતાં હોય તેવા દ્રશ્યો ગામના રામદેવ

પીર મંદિર માગૅ પર ખડકાયેલા ગંદકીના ઢગ પરથી ફળીભૂત થઈ રહ્યાં છે તો આ ગંદકી મામલે ગ્રામજનો દ્રારા ગ્રામ પંચાયત ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હોવા છતાં આવેદનપત્ર ને પણ ધોળીને કુણધેર ગ્રામ પંચાયત પી ગઈ હોય ગંદકીના કારણે રોગચાળા ને આમંત્રણ અપાતું હોવાનું ગ્રામ પંચાયત ની કામગીરી જોતાં લાગી રહ્યું હોવાના સુર ઉઠ્યા છે.

કુણધેર ગામના રામદેવપિર મંદીરની દક્ષિણ દિશામાં ગંદકી ફેલાવતા મોટા ઉકરડામાં ગંદા ગોદડા, કચરો ભરેલી પોલીથીનની પ્લાસ્ટીકની થેલીઓ,ગંદા ડાયપરો,સેનેટરી પેડતેમજ અન્ય નકામો ઘન કચરો ૧૦ થી ૧૫ ટ્રેકટર ભરાઈ રહે તેટલા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.જેના કારણે મંદીરનીઆજુબાજુમા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હોય દશૅન માટે મંદિર આવતાં ભાવિકો ની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે. આ ગંદકી મામલે તલાટી કમ મંત્રીને અવાર નવાર મૌખિક તેમજ લેખિત રજુઆતો કરેલ છે,પરંતુ તેમ છતાં તેનો આજદિન સુધી કોઈ નીકાલ કરવામાં આવ્યો નથી.હાલમાં વરસાદી વાતાવરણના કારણે ઉકરડામાં પાણી ભરાવવાથી મચ્છરજન્ય રોગચારો ફેલાય તેમ છે.વળી,આ ઉકરડામાંથી ગંદકી ભરેલી પ્લાસ્ટીકની થેલીઓ ગંદા ડાયપરો, સેનેટરી પેડ વગેરે રખડતા કુતરાઓ,ગાયો વિગેરે મંદિર આગળ લાવતા હોઈ લોકો ની આસ્થા દુભાય રહી છે.તલાટી કમ મંત્રી મારફતે ગામમાં અમુક વિસ્તારમાં વર્ષમાં એકાદ વાર જે.સી.બી.મશીન મારફતે મંદિર બાજુમાં ઉકરડાની તેમજ શેરીઓના ઉકરડાની સાફસફાઈ થાય છે.પરંતુ સફાઈ કર્મચારી

ઓ મારફતે દરરોજ નિયમીત સાફસફાઈ કરવામાં આવતી નથી તેથી લાંબા ગાળે મોટો ઉકરડો બને છે અને મંદીરની આજુબાજુ ગંદકી વાળું વાતાવરણ પેદા થાય છે જેથી શ્રદ્ધાળુઓ-દર્શનાર્થીઓને મંદીર પાસે બેસતા પણ સંકોચ થાય છે. ગ્રામ પંચાયત દ્વારા ધરવેરાની સાથે સફાઈ વેરો વસુલ કરવામાં આવે છે પરંતુ સદર નાણાંનો ઉપયોગ સાફસફાઈ કરવામાં યોગ્ય રીતે કરવામાં આવતો નથી. પંચાયત ધારાની અનુસુચિ-૧-૨ અને ૩ માં સાફ સફાઈ અને સ્વચ્છતા બાબતે આદેશાત્મક જોગવાઈ કરેલ છે તેમ છતાં તલાટી કમ મંત્રી આ જોગવાઈઓનું પાલન કરતા નથી અને ગામના ધણા બધા વિસ્તારમાં તેમજ મંદીરની આજુ

બાજુ ગંદકીભર્યા ઉકરડાના ઢગલાઓ જેમના તેમ ઘણા લાંબા સમય સુધી પડયા રહે છે જેમાં ચેપી રોગ ફેલાવતા જીવજંતુઓ પણ પેદા થઈ શકે તેમ છે અને તેના કારણે રોગચાળો ફેલાવવાની શક્યતા રહેલી છે.

ઉપરાંત અનુસુચિત જાતિ વિસ્તાર માં આવેલ રામદેવપીરના મંદિરની આજુબાજુ તેમજ જાહેર રસ્તાની આજુબાજુના ઉકરડાનું નિરિક્ષણ કરી તાત્કાલિક કાયમી ધોરણે  દૂર કરવા લોક માંગણી  પ્રબળ બની છે.તથા કુણઘેર બસ સ્ટેન્ડ થી સબોસણ ચોકડી સુધી પણ ગંદકી નું સામ્રાજ્ય ઉભું થયું હોય આ મામલે રજુઆત કરનારને તલાટી કમ મંત્રી તરફથી ધમકી મળતી હોવાનું ગામના જાગૃત નાગરિક તેમજ પરીવર્તન ગ્રુપ કુણઘેર ના પ્રમુખ ડૉ.એચ.એ.પરીખ ને થતાં તેઓએ આ બાબતે તલાટી કમ મંત્રી ને ટેલીફોનીક તેમજ લેખિત રજૂઆત કરી હતી.પરંતુ તલાટી કમ મંત્રીએ તેઓની સાથે પણ ઉદ્ધતાઈ પૂર્ણ વર્તન કરીને કહ્યું હતું કે તમારા થી જે થાય એ કરી લેજો જેથી ડૉ.પરીખે આ બાબતે કોઈ સચોટ કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત માં રજુઆત કરાશે સાથે સાથે સ્વાગત કાર્યક્રમમાં ગંદકી મામલે ઓનલાઇન અરજી કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પહેલા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી રામધૂન બોલાવી ને ધરણાં પર બેસીને અનોખી રીતે વિરોધ કરીશું એવો સ્પષ્ટ સંકેત આપી પંચાયત નો સાફસફાઈ વેરો ભરવાનો સંપૂર્ણ પણે બહિષ્કાર કરીશું તેવું જણાવ્યું હતું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×