गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના હારીજ માં વહીવટી શાશનમાં હારીજ શહેર બન્યું ખાડા નગરી : મુખ્ય બજારમા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય .

હારીજ ચાર રસ્તાથી મુખ્ય બજાર અને ફાટક મસ્જિદ સુધીમાં ૨૦ ખાડાઓ અને મસ્જિદ આગળથી જલિયાણ સોસાયટી સુધીતો પાણી અને ખાડાઓમાં વાહન ચાલકોને અન્ય રસ્તો પસંદ કરવો પડે તેવી પરિસ્થિતિ ...

 

પાટણ જિલ્લાના હારીજ ખાતે હારીજ ચાર રસ્તાથી મુખ્ય બજાર અને ફાટક મસ્જિદ સુધીમાં ૨૦ ખાડાઓ અને મસ્જિદ આગળથી જલિયાણ સોસાયટી સુધીતો પાણી અને ખાડાઓમાં વાહન ચાલકોને અન્ય રસ્તો પસંદ કરવો પડે તેવી પરિસ્થિતિ હોય છે . માટે આવા ખાડાઓ લોકોને વાહન ચાલકોને અડચણ રૂપ બની રહયા છે .

અમુક ગાબડા ચોમાસા ના કારણે નહીં પણ તંત્રની નિષ્કાળજી ના કારણે લોકો વેઠી રહયા છે.હાલમાં પાલિકામાં વહીવટદારી રાજમાં સત્વરે લોકોની સમસ્યાઓ ધ્યાન પર લઈ ગાબડા રીપેર કરવામાં આવે તેવું નગરના લોકો ઈચ્છી રહ્યા છે.હારીજ સોશિયલ મીડિયામાં નગરના ગ્રુપોમાં અનેક સમસ્યાઓ અને નગરના પ્રશ્નોની ચર્ચાઓમાં બજારમાં પડેલા ખાડાઓ ની ચર્ચાએ જોર પકડતા વહીવટદાર પણ નગર ની સમસ્યાઓના પ્રશ્નો નું નિરાકારણ લાવતા નથી.પાલિકા ઓફિસની બહાર એક ખાડો અડચણ રૂપ બનતા જગદીશ ઠાકર અને હસુભાઈ ઠાકરે જાતે સિમેન્ટ રેતી લાવી પૂરણ કર્યો હતો આ સિવાય ચાર રસ્તાથી મુખ્ય બજારમાં વાલ્મિકી મહોલ્લા બહાર એક વર્ષ ઉપરાંત થી ૩ ખાડા , ખૂબજ નડતર રૂપ બન્યા છે . જૂની મામલતદાર ઓફિસ બહાર ૧ ખાડો , સરદાર ચોક આગળ એસબીઆઇ બેન્ક ના રસ્તામાં વળતા ૩ ખાડા , બાબુભાઈ બંગડીની દુકાન આગળ ૧ અને પોપટલાલની લાટી બહાર ૧ ખાડો , જેપી ની હોટલ આગળ ૨ ખાડા , વેદાંત શોપિંગ સેન્ટબહાર બજારમાં ૧ ખાડો અને રેલવે ફાટક થી મસ્જિદ સુધીમાં બીજા ૮ નાના મોટા ખાડા મળી કુલ ૨૦ ઉપરાંત નાના મોટા ખાડાઓ પડેલા છે જે બજારમાં બાઈક ચાલકોથી માંડી નાના મોટા દરેક વાહનોને અડચણ રૂપ બની રહયા છે . જેમાં વાલ્મિકી મહોલ્લા બહાર સરદાર ચોક આગળના ખાડા જેવા ગાબડાએ ઘણાં સમયથી કાયમી સ્થાન લઈ લીધેલું લોકોને કાયમી દેખાઈ રહ્યું છે . વહીવટી રાજમાં લોકો ને અડચણ રૂપ સમસ્યાઓ દૂર થાય અને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવું લોકો ઈચ્છી રહયા છે .

જલિયાણ સોસાયટી ના રહીશ પુષ્પક ખત્રીના જણાવ્યા મુજબ મસ્જિદથી ઝાપટપુરા જલીયાણ સોસાયટી સુધીના રસ્તા પર અગાઉ ભૂગર્ભ ગટર બનાવાઈ પણ રોડ રસ્તો નહીં બનાવતાં પાણી ભરાય છે અને કીચડના કારણે ત્યાંથી કોઈ પસાર થઈ શકતું નથી માટે જવાબદાર પાલિકા તંત્ર દ્વારા ખાડાઓ રિપર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×