गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला
સાંતલપુર UGVCL ની બેદરકારી આવી સામે…
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામમાં UGVCL ની ઘોર બેદરકારી સામે આવી છે. ગામમાં હાઈ વોલ્ટેજ આવતા વીજ ફોલ્ટ થતા અડધા ગામના વીજ ઉપકરણો બળીને ખાખ થયા..
સાંતલપુરના ગરામડી ગામે વીજપ્રવાહ અચાનક વધતા અડધા ગામના વીજ ઉપકરણો બળીને રાખ થયા..વીજપ્રવાહ હાઈ થતા TV, ફ્રિજ, પંખા સહીતના ઉપકરણો બળી જતાં ગામમાં લાખોનું નુકશાન થવા પામ્યું છે. જેને લઇને ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો.
ગ્રામજનો એ સાંતલપુર UGVCL કર્મીઓ પર રોષ ઠાલવ્યો હતો.દુર્ઘટના સમયે UGVCL કર્મીઓના ફોન બંદ હોય છે જેથી સમય સર મદદ મળતી નથી તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે..ત્યારે UGVCL ની બેદરકારી સામે ગામ લોકોએ નુકશાની ભરપાઇ લઇને માંગ કરી રહ્યા છે.