गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણના હાશાપુર-બોરસણ લિંક રોડ પર 40થી વધુ નાના મોટા ખાડા પાડવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની, ખાડા પુરણ કરવા કોંગ્રેસની માંગ..

 

પાટણ હાશાપુર બોરસણ લિંક રોડ પર આવેલ 10થી 15 જેટલી સોસાયટીઓ આવેલી છે. ત્યારે આ રોડ પર 40 થી વધુ નાના મોટા ખાડા પાડવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાન બન્યા છે. ત્યારે આ રોડ પર પડેલા ખાડા પુરવા રહીશો તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલ માંગ કરી હતી.

પાટણ શહેરમાં વરસાદ ના કારણે રોડ રસ્તા નું ધોવાણ થવાથી રોડ પર ખાડા પાડવાના કારણે વિસ્તાર ના રહીશો પરેશાન બન્યા છે ત્યારે પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હાશાપુર બોરસણ લીંક રોડ ઉપર 40 થી 50 જેટલા ખૂબ મોટા ખાડાઓ પડેલ છે . ઓક્સફર્ડ સ્કૂલ તરફ જતા રોડ ઉપર પાણી ભરાયેલા હોવાથી તમામ સોસાયટી તેમજ અંબાજી નેળિયા વિસ્તારના લોકો અહીંથી પસાર થાય છે. આ રોડ પર ખૂબ મોટા ખાડા પડેલા છે જેના કારણે લોકોના

વાહનોને પણ ખૂબ મોટું નુકસાન થાય છે. ત્યાંથી પસાર થતા લોકોને પણ કમરના તેમજ હાડકાના ખૂબ મોટા પ્રોબ્લેમ થવા પામ્યા છે અહીં ઓક્સફર્ડ સ્કુલના બાળકોના વાહનો ખૂબ મોટા પ્રમાણમાં અહીંથી પસાર થાય છે ત્યારે આ નાના બાળકોને આરોગ્યને પણ નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે તેમજ વાહન ચાલકોને ખૂબ મોટો આર્થિક ખર્ચ ભોગવવો પડે છે. પાટણનું નગરપાલિકા તંત્ર જાગે અને ઝડપથી આ ખાડાઓનું પુરાણ કરાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ દિપક પટેલ માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×