गुजरातटॉप न्यूज़पाटन जिला

સાંતલપુર તાલુકામાં સંપૂર્ણતા અભિયાન અંતર્ગત પોષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું

 

દર વર્ષે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2024 પોષણ માસ- ની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે પાટણ જિલ્લામાં પણ સાતમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ સાંતલપુર તાલુકામાં સંપૂર્ણતા અભિયાન અંતર્ગત પોષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. મેળામાં લાભાર્થીઓને પોષણયુક્ત આહાર વિશે સમજ આપવામાં આવી હતી.

સાંતલપુર તાલુકાના જેકડા અને કોરડા ગામે આયોજીત પોષણ મેળામાં વિવિધ પોષણયુક્ત વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. તેમજ સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોષણયુક્ત આહાર વિશે સમજ આપવામાં

આવી હતી. ઉલ્લેખનીય છે કે પોષણ માહ અંતર્ગત જિલ્લામાં એનિમિયા, વૃદ્ધિ દેખરેખ (ગ્રોથ મોનીટરીંગ), પુરક આહાર, પોષણ ભી પડાઈ ભી, સુશાસન પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજી સહિતના ક્ષેત્રો પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×