गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

હારિજ પોલીસે ખોવાયેલા 40 મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકોને સોંપ્યા, મોબાઇલ પરત મળતા ખુશી છલકાઈ.

મોબાઇલ ગુમાવનાર અરજદારોમાં મોબાઇલ પરત મળતા આનંદ છવાયો,પોલીસની સરાહનીય કામગીરીને અરજદારોએ સરાહી..

 

40 જેટલા ખોવાયેલા મોબાઇલ હારિજ પોલીસને ટેક્નિકલ ટીમ બનાવી CEIR પોર્ટલના ઉપયોગથી મોબાઇલ શોધવામાં સફળતા મેળવી..

પાટણ જિલ્લાના હારિજ શહેરમાં મોબાઇલ ગુમ થવા અને મોબાઇલ ચોરી થવા કે પછી પડી જવાની ઘટનાઓ બનતી જ રહે છે. બસ સ્ટેન્ડમાં મોબાઇલ ચોરી થવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે. બાઈકમાંથી પડી જવાના કિસ્સાઓમાં પણ મોબાઇલ ખોવાઈ જવાની અરજીઓ હારિજ પોલીસ સ્ટેશનમાં આવી હતી. છેલ્લા બે થી અઢી વર્ષ દરમ્યાન મળેલી ફરિયાદોની તપાસમાં 40 જેટલા ખોવાયેલા મોબાઇલ હારિજ પોલીસને ટેક્નિકલ ટીમ બનાવી CEIR પોર્ટલના ઉપયોગથી મોબાઇલ શોધવામાં સફળતા મેળવી છે.

જુદા જુદા ખોવાયેલા મોબાઇલ અરજદારોને બોલાવી રાધનપુર નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી ચૌધરી, હારીજ પીએસઆઈ ડી.કે.ચૌધરી અને પોલીસ સ્ટાફ દ્વારા રૂ.5.74 લાખની કિંમતના મોબાઈલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.તેમજ મોબાઇલ પરત મળતા પોલીસની આ સફળ કામગીરીથી મોબાઇલ ગુમાવનાર અરજદારોમાં મોબાઇલ પરત મળતા આનંદ છવાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×