પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કચ્છ કેનાલનો ફાગલી ગામથી ઝઝામ તરફ જતો ડામર રોડ સાયફન જોડે તૂટી ગયો છે કચ્છ કેનાલનો ફાગલી ગામથી ઝઝામ તરફ જતો ડામર રોડ ઉપર ઠેર ઠેર મસમોટા
ગાબડા પડી ગયા છે જેને કારણે અનેક બાઇકચાલકો પડી જતા હોવાથી હાથ-પગ ભાંગ્યા હોવાના કિસ્સા પણ બન્યા હોય તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે આ રોડ પર અનેક સ્થળે મોટા ખાડાઓને કારણે અહીંથી પસાર થનારા વાહનચાલકો અને ખેડૂતોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ ખાતાના અધિકારીઓ સુધી પણ આ તૂટેલા રોડ અંગેની રજુઆતો પહોંચી હોવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી કચ્છ કેનાલનો ફાગલી ગામથી ઝઝામ તરફ જતો ડામર રોડ નવો બનાવવામાં આવે તેવી લોકો માંગ ઉઠી છે
અહેવાલ:ગોવાભાઈ આહીર પાટણ