गुजरातटॉप न्यूज़पाटन जिला

શિક્ષણજગતને કલંકિત કરતી ઘટના, રાધનપુર પંથકમાં ખળભળાટ મચી

પાટણ જિલ્લાના શિક્ષણ જગતની અસ્મિતા ફરી એકવાર તાર તાર...શિક્ષક દિન ની પૂર્વ સંધ્યાએ એક શિક્ષકની ગંદી હરકતો ઉજાગર થઈ.

 

રાધનપુર તાલુકાના નાની પીપળી ગામે પ્રા.શાળામાં બની ઘટના.નાની પીપળી પ્રા.શાળામાં શિક્ષકે બાળાઓ સાથે અડપલાં કર્યાનો આક્ષેપ.

શરમજનક ઘટનાને લઈ શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા..પ્રા. શાળાનો શિક્ષક ધોરણ 5ની બાળાઓ સાથે અડપલાં કરતો હોવાના આક્ષેપ.

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના રાધનપુર તાલુકાના નાની પીપળી ગામે આવેલી પ્રાથમિક શાળામાં સામે આવી છે. પ્રા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચાલુ શાળાએ શિક્ષક દ્વારા શારીરિક અડપલા કર્યા હોવાનો ઝળહળતી ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ખડભરાટ મચી જવા પામ્યો છે. જે બનાવે રાધનપુર ટીપીઓ તાત્કાલિક ધોરણે નાની પીપળી ગામે આવેલી પ્રાથમિક શાળામાં પહોચીને શિક્ષકને તેજ ઘડી એ રજા પર રવાના કર્યો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શિક્ષક દિન પૂર્વે શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં રાધનપુર તાલુકાના નાની પીપળી ગામની સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક દિનેશ જેઠાભાઈ પરમાર ધોરણ 5ની બાળાઓ સાથે શારીરિક અડપલાં કરતો હોવાના આક્ષેપ સાથેની તંત્રને ગ્રામજનોની રજૂઆત મળતાં હડકંપ મચી ગયો હતો. તંત્રના અધિકારીઓ ગામમાં દોડી જઈ ગ્રામજનો અને વાલીઓના નિવેદનો મેળવી શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે ડીપીઓને રિપોર્ટ કર્યો છે.

નાની પીપળી શાળામાં ધોરણ 5નો શિક્ષક દિનેશ જેઠાભાઈ પરમાર ક્લાસમાં બાળાઓને શારીરિક અડપલાં કરતો હોવાની ગ્રામજનોએ શાળાના આચાર્યને રજૂઆત કરતાં તેઅોઅે તાત્કાલિક રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરખાભાઈ નાડોદા અને તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઈ પરમાર તાત્કાલિક ગામમાં દોડી આવ્યા હતા. ગ્રામજનો, શાળાના આચાર્ય અને બે વાલીઓના નિવેદન લીધા હતા તેમજ શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રિપોર્ટ કર્યો હતો.

શાળાના આચાર્ય ભીખાભાઈ નાડોદાએ જણાવ્યું કે છેલ્લા દસેક વર્ષથી આ શાળામાં નોકરી કરું છું.મારા ધ્યાનમાં આવો એકપણ કેસ આવ્યો નથી. જેવી ગામલોકોની રજૂઆત ધ્યાનમાં આવતાં તરત જ કાર્યવાહી કરાઇ છે. ગામલોકો ભેગા થઈને ફરિયાદ કરવા માટે આવ્યા હતા ત્યારે ખબર પડી હતી.

ગ્રામજનોએ શિક્ષકને મેથીપાક ચખાડ્યો

શિક્ષકના આ કૃત્યથી રોષે ભરાયેલા લોકોએ શાળામાં આવી શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો તેવું અાધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લેવા રિપોર્ટ કર્યો

રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરખાભાઈ નાડોદાએ જણાવ્યું હતું કે નાની પીપળી શાળામાં બાળાઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ થતાં તાત્કાલિક ગામમાં પહોંચી નિવેદનો લઇ શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લેવાં માટે ડીપીઓને રિપોર્ટ કર્યો છે. બુધવારે શિક્ષક રજા પર જતો રહ્યો છે.હવે આગળની તપાસ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×