गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણનાં ઓ.જી.વિસ્તારનાં રૂા. 8 કરોડ તથા સ્ટ્રીટ લાઈટોને લગતા રૂ.77 લાખના વિવિધ ગ્રાન્ટોનાં કામોને દફતરી હુકમો કરતું પાલિકા તંત્ર

પાલિકા ની સાપ્તાહિક સંકલન બેઠકમાં કામોનાં પ્લાન એસ્ટીમેન્ટો 15 દિવસમાં તૈયાર કરી સુપ્રત કરવા કન્સલ્ટન્ટને તાકિદ કરાઈ...

 

પાટણ શહેરનાં આઉટગ્રોથ (ઓ.જી.) વિસ્તારનાં રૂા. 8 કરોડ તથા શહેરમાં સ્ટ્રીટ લાઈટોને લગતા રૂ.77 લાખના વિવિધ ગ્રાન્ટોનાં કામોનાં દફતરી હુકમો પાટણ નગર પાલિકા ની સાપ્તાહિક સંકલન બેઠકમાં કરી દેવાની સાથે આ કામોનાં પ્લાન એસ્ટી મેન્ટો આગામી 15 દિવસમાં તૈયાર કરી નગરપાલિકામાં સુપ્રત કરી દેવા જે તે કન્સલ્ટન્ટને તાકિદ કરાઈ હોવા

નું પાલિકા ના સૂત્રોએ જણાવ્યું હતું. પાટણ નગરપાલિકા ખાતે પાલિકાના પદાધિકારીઓ પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષનાં નેતા, દંડક તથા અન્ય સભ્યો, કર્મચારીઓની મળેલી સાપ્તાહિક સંકલન બેઠકમાં થયેલી રજુઆતો અને ચર્ચા અંગે અંગે માહિતી આપતાં પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે સંકલનની અગાઉ

ની બેઠકોમાં ઓ.જી. વિસ્તારની અને સ્ટ્રીટ લાઈટોના નક્કી કરાયેલા કામોને આયોજનનાં અંતિમ ભણી લઈ જવામાં આવ્યા હતા.

અગાઉની બેઠકોમાં નક્કી થયેલા વિવિધ ગ્રાન્ટોનાં કામોને ક્રિયાન્વિત કરવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓએ સહીઓ કરીને દફતરી હુકમો કર્યા હતા અને તેનાં પ્લાન એસ્ટીમેન્ટ તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટને સોંપી આ કામોનાં 15 દિવસમાં પ્લાન તૈયાર કરીને એસ્ટીમેન્ટ બનાવવાની સુચનાઓ અપાઈ હતી, જેથી તેને તાંત્રિક અને વહિવટી મંજુરી મેળવવા

ની કાર્યવાહી જે તે શાખા

ધિકારીઓ કરી શકે.સંકલન બેઠકમાં શહેરમાં વિકસીત વિસ્તારોમાં અગાઉ ભુગર્ભ ગટરો નાંખવા માટે કરાયેલા ખોદકામથી નુકસાન પામેલા રોડ રસ્તા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની 2017

18 ની પેટા યોજના મુખ્યમંત્રી સડક યોજના માંથી શહેરનાં જે તે વિકસિત વિસ્તારોમાં અગાઉ ભુગર્ભ ગટર નાં કારણે નુકસાન પામેલા રોડ રસ્તા માટે રૂા. 8.19 લાખ અને રૂા. 46.67 લાખ મળી કુલે રૂા. 55 લાખનાં ખર્ચે સમારકામ કરવાનો દફતરી હુકમ થયો હતો.આ ઉપરાંત પાટણ શહેરનાં આઉટ ગ્રોથ(ઓ.જી.) વિસ્તારમાં રૂા.1.20 કરોડ પીવાનાં પાણીની પાઇપ લાઇનો તથા રૂા. 30 લાખ જાહેર રોડ રસ્તા માટે વપરાશે તો પાટણમાં વોટર વર્કસ વિભાગમાં પીવાનાં પાણીની પાઈપ લાઈનો નાંખવાનાં કામોનાં પણ દકતરી હકમો કરીને સભ્યો અને જનતા તરફથી મળેલી તમામ અરજીનો નિકાલ કરીને તમામ બેકલોગ ‘શૂન્ય’કરી નાંખ્યો હતો. તે જ રીતે સ્ટ્રીટ સ્ટ્રીટલાઇટની અરજીઓને પણ નિકાલ કરી ‘શૂન્ય’ કરી દેવામાં આવ્યો છે.

જાહેર રોડ રસ્તા અને શહેરના મહોલ્લા પોળોમાં વ્યવસાયવેરાની 2017-18નાં વર્ષની રૂા.9.04.400 નાં 26 કામો તથા 24 મા નાણાપંચમાં બીજા હપ્તાની રૂા.38 લાખની ગ્રાન્ટ માંથી 17 કામો સ્ટ્રીટ લાઈટો નાંખવાનો દફતરી હુકમો થયા હતા.જેમાંથી ઓ.જી.વિસ્તારોમાં રૂા.30 લાખની ગ્રાન્ટ સ્ટ્રીટલાઇટને લગતાં 24 કામોને પણ દફતરી હુકમ કરી દેવાયા છે. આમ પાટણ શહેરમાં ઓ.જી. અને વિકસીત વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ, ભુગર્ભ ગટર અને પાણીની પાઇપો માટેનાં 64 કામો રૂા. 77 લાખનાં તથા રૂા. 8 કરોડનાં બીજા કામોનાં દફતરી હુકમો થયા હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×