गुजरातगुड मॉर्निंग न्यूज़धर्म

ગુજરાત સમર્પણ આશ્રમ મહુડી ખાતે ગણપતિ દર્શનનું દિવ્ય આયોજન

પૂજ્ય સ્વામીજીનાં ગૃહસ્થાનમાં સ્થાપન કરેલ ગણપતિ દર્શન સાથે ગુરુશક્તિઓની ઊર્જામાં લોકોને ભીંજાવવાનો લ્હાવો મળશે.

 

ગજાનન ગણપતિ વિઘ્નવિનાશક કહેવાય છે. ગૌરીપુત્ર,એકદંત,ગણાધ્યક્ષ વગેરે અનેક નામોનું જેને સંબોધન કરવામાં આવે છે એવા ગણપતિજીને સહુ કોઈ પૂજે છે. શુભ પ્રસંગોમાં સહુ પ્રથમ ગણેશજીની સ્થાપના કરી મંગલ પ્રારંભ કરવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્રમાં ગણપતિ આરાધના કરવાનું મહત્ત્વ છે. આ બધી સંસારિક વાત છે પરંતુ આધ્યાત્મિક જગતમાં પણ ગણેશજીનું મહત્ત્વ શાસ્ત્રોમાં સમજાવવામાં આવ્યું છે. હિમાલયીન ધ્યાનયોગ સંસ્કારના પ્રણેતા મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી પણ આધ્યાત્મિક જગતમાં ગણપતિનું મહત્ત્વ આજના પરિપ્રેક્ષ્યમાં સમજાવે છે. તેઓએ હિમાલયની યાત્રા દરમિયાન ગુરુના સાંનિધ્યમાં ગણપતિ અથર્વશીર્ષ સિદ્ધ કર્યું છે.આધ્યાત્મિક માર્ગમાં શરીરમાં રહેલા સાત ચક્રમાં મૂલાધાર ચક્રમાં ગણપતિજીનું સ્થાન છે અને તેનું વિશેષ મહત્ત્વ છે.છેલ્લા ઘણા વર્ષોથી પૂજ્ય સ્વામીજીનાં ગૃહસ્થાનમાં ગણપતિ ઉત્સવ દરમિયાન ગણપતિ સ્થાપન કરવામાં આવે છે અને સાધકોને તેનાં દર્શન માટે આમંત્રિત કરવામાં આવે છે. આ દિવસ સાધકો માટે ખૂબ મહત્ત્વનો હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સમર્પણ આશ્રમ,મહુડી ખાતે તા.15 સપ્ટેમ્બર,રવિવારના રોજ ગણેશદર્શનનાં કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

હિમાલયના મહર્ષિ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીનાં ગૃહસ્થાન નિજધામમાં સ્થાપિત કરેલ ગણેશદર્શનનો લાભ સાથે ગુરુ શક્તિઓની ઊર્જામાં ભીંજાવાના આ સોનેરી અવસરનો લાભ લેવાનું સાધકો ચૂકતા નથી. હિમાલયીન ધ્યાન યોગના દેશ વિદેશમાં અનેક નિઃશુલ્ક ધ્યાન સેન્ટર છે. પૂજ્ય સ્વામીજીએ આપેલ આ સરળ જીવંત અનુભૂતિ પર આધારિત ધ્યાન પદ્ધતિમાં ભાષા,જાતિ, ધર્મ,લિંગ,ભેદ વગર સમગ્ર વિશ્વનાં લોકો જોડાયા છે. દેશ વિદેશમાં પણ હિમાલયીન ધ્યાન સંસ્કારના સાધકો ફેલાયેલા છે ત્યારે દેશ વિદેશનાં સાધકો પણ ગણપતિ દર્શન સાથે ગુરુ પરિવારના હસ્તે પ્રસાદ ગ્રહણ કરી દર્શન અને ભોજન પ્રસાદનો આનંદ માણવા મહુડી આવશે.સદગુરુનાં સાનિધ્યમાં ગજાનંદ ગણપતિના દર્શનનો આ લ્હાવો દરેક સાધક માટે યાદગાર હોય છે. અહીં ગણપતિ દર્શન સાથે શ્રી ગુરુશક્તિધામમાં ધ્યાન પણ લોકો કરી શકે છે.

આ સમગ્ર આયોજન માટે ગુરુતત્ત્વ ટીમ તેમજ ગુરુકાર્યરત સાધકો ગુરુસેવા આપી રહ્યા છે. ગણેશ દર્શનનાં સવારથી સાંજ દરમિયાનનાં સમગ્ર કાર્યક્રમનું ગુરુતત્ત્વ youtube ચેનલ પરથી જીવંત પ્રસારણ થશે.

અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×