કપડવંજના માં ઉમિયાના 205 યુવા ભક્તો 205 કિલોમીટરની રીલે દોડ 24 ક્લાક નોન સ્ટોપ કરી ઉમિયા માતા મંદિર, ઊંઝા આવી 52 ગજની ધજા મંદિરના શીખરે ચડાવી ધન્યતા અનુભવી હતી.
આ રેકોર્ડની નોંધ એક વર્લ્ડ રેકોર્ડ તરીકે થઇ.
આ રીલે દોડમાં 500 ગાડીઓ, 3 ડીજે, માં ઉમિયાનો જ્યોતિ રથ અને 2000 ભાવિક ભક્તો પણ સાથે સાથે જોડાયા હતા.
ઉમિયા ધામમાં આવતા જ અહીં આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર