गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના પાણી 600 હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ…

ખેતરોમાં વાવેતર કરેલ બાજરી જુવાર અડદ કઠોળ એરંડા સહિતના વાવેતર કરેલ પાકો નિષ્ફળ જતાં ગામમાં સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર આપવા સરકાર સમક્ષ ખેડૂતોની માંગ..

 

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણીયાથર ગામ ખાતે વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ 600 એક્ટર ની અંદર પાક નિષ્ફળ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી જુવાર અડદ કઠોળ એરંડા જેવા વાવેતર કરેલ પાકો 600 હેક્ટર ની જમીનમાં વાવેતર કરેલ તમામ પાકો નિષ્ફળ જતાં ગામ લોકો અને ખેડૂતોની માગણી ઉઠવા પામી છે કે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે છાણિયાથર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલું કરોડો રૂપિયાના નુકસાનનું વળતર આપે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી હતી.

આ પ્રસંગે ગામના સરપંચ ભોજાભાઇ વીરાભાઇ આહીર અને ગામના અગ્રણીઓ જેમાં ડુંગરભાઇ સવાભાઈ આહીર અને રામાભાઇ મહાદેવભાઇ આહીર અને ભોજાભાઇ અમથાભાઈ અને બાબુભાઈ ભુરાભાઈ અને આહીર ભોજાભાઇ મહાદેવભાઇ અને અન્ય ગામના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.ખેડૂતોની માગણી ઉઠવા પામી

હતી કે વરસાદી પાણીનો નિકાલ ના હોય સરકારશ્રી વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે તેવી ખેડૂતવર્ગ માં માગ ઉઠવા પામી હતી. આ પ્રસંગે ગામના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યા હતા તેઓ ઉલ્લેખ કરી અત્યારે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વે કરી

વળતરની માગણી કરી હતી.નર્મદા નિગમની કેનાલના કારણે ગામના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કેનાલ ઉપર કોઈપણ જાતની નાાળા મુકવાની વ્યવસ્થા કરે તેવી પણ ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી.અને ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે વળતર આપે તેવી ખેડૂતવર્ગમાં માંગ કરવામાં આવી રહી છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×