गुजरातटॉप न्यूज़धार्मिक

ઐઠોરની ગામ દેવી શ્રી વાવવાળા અંબાજી માતાના સેવકોની નવરાત્રી પૂર્વેની તૈયારીઓ પૂરજોશમાં. નવરાત્રી એટલે નવ દિવસ સુધી ચાલતું માતાજીની આરાધનાનું પર્વ.

માનાં નોરતા' ખુબ ધામધૂમથી ઉજવાય તે માટે આયોજક દરેક મંદિર કે સંસ્થાઓએ ગામડાઓમાં પણ એક મહિના પહેલેથી જ તૈયારીઓ ચાલુ કરી દેવી પડે છે.

 

ઐઠોરમાં વર્ષોથી ગામના ગોદરે શ્રી અંબાજી માતા સંસ્થાન દ્વારા એકધારી ગામમાં એક જ જગ્યાએ આખા ગામના તમામ સમાજના લોકો સાથે હળી-મળી રાત્રે મોડા સુધી નવરાત્રી દરમ્યાન માતાજીના ગરબા સ્વરૂપે આરાધના થતી આવી છે,

 

દર વર્ષની જેમ આ વખતે પણ નાના મોટા 100 કરતા વધુ સ્વયંસેવકોની ટીમે એક મહિના અગાઉથી ચાલુ પ્રસંગ દરમ્યાન ભક્તોને સહેજ પણ તકલીફ ના થાય તેની અગાઉથી જ આયોજનમાં સખ્ત કાળજી લેતા હોય છે.

Click or drag a file to this area to upload.
Click or drag a file to this area to upload.
Click or drag a file to this area to upload.

શ્રી અંબાજી મંદિર, ઐઠોરના પ્રમુખ સુનિલભાઈ પટેલે જણાવ્યું કે,

 

નવરાત્રીમાં આ વર્ષે બે ત્રીજ હોવાથી નવરાત્રી 10 દિવસની રહેશે, તો ગ્રામજનોએ માતાજીના ગરબા આસો સુદ નોમ ને તારીખ 12-10-24 ના શનિવારના રોજ઼ વળાવવાના રહેશે,

વ્યવસ્થા ના ભાગરૂપે અગાઉથી જ આ જાહેરાત કરી દેવામાં આવી છે, જેથી દૂર રહેતા લોકોએ આવવાનું હોય તેમણે આવવા જવા ટિકિટનું બુકીંગ કે અહીં રહેવાની વ્યવસ્થા ગોઠવી શકે.

નવરાત્રી પર્વની આપ સૌને શુભેચ્છાઓ.

અહેવાલ :-આશિષ પટેલ, ઐઠોર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×