गुजरातगुड मॉर्निंग न्यूज़टॉप न्यूज़राज्य

બનાસકાંઠા ગેનીબેન ઠાકોરે મતદાન મથક બહારથી ઝડપી પાડ્યો નકલી CRPF જવાન, ને પકડ્યો

બનાસકાંઠા ગેનીબેન ઠાકોરે મતદાન મથક બહારથી ઝડપી પાડ્યો નકલી CRPF જવાન, ને પકડ્યો

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત આજે રાજ્યની 25 લોકસભા બેઠકો અને 5 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું.. મતદાન વચ્ચે બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે એક મતદાન મથક બહારથી નકલી CRPF જવાન ઝડપી પાડ્યો છે. 

ગેનીબેન ઠાકોરે દાંતા તાલુકાના ધરેડા ગામના મતદાન મથક બહારથી નકલી CRPF જવાન ઝડપી પાડ્યો છે. આ યુવાનનું નામ પ્રકાશ ચૌધરી અને તે પાલનપુરનો હોવાનું જાણવા મળ્યું છે. 

ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે પ્રકાશ ચૌધરી નામનો યુવાન CRPFની પ્લેટ લગાવી ગામમાં આવીને મતદારોને ભાજપમાં મત કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે, તેમજ ચૌધરી સમાજના યુવાનો મતદાતાઓને દબાવી રહ્યા છે. ગેનીબેને કહ્યું કે જિલ્લા પોલીસવડા અને ચૂંટણીપંચને વિનંતી છે કે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×