गुजरातटॉप न्यूज़पाटन जिला

GMERS કોલેજ દ્વારા MBBS ના અભ્યાસ માં ફી વધારા મામલે પાટણ કલેકટર અને ધારાસભ્ય ને વાલીઓ અને વિધાર્થીઓની રજુઆત

 

GMERS કોલેજમાં MBBS ના અભ્યાસ ક્રમમાં કરાયેલ અસહ્ય ફી વધારા મામલે વિધાર્થીઓ અને વાલીઓ દ્વારા પાટણ કલેકટર અને પાટણ ધારાસભ્ય ને આવેદનપત્ર આપી સરકાર દ્વારા આ ફી વધારા મામલે યોગ્ય કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વિધાર્થીઓ અને વાલીઓ દ્વારા અપાયેલા આવેદનપત્ર મા જણાવ્યું છે કે સરકાર દ્વારા GMERS કોલેજ માં થયેલ અસહ્ય ફી વધારાને કારણે મધ્યમ વર્ગના વિધ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને અને વાલીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટા ની ફી 3.30 લાખ હતી તે વધારીને 5.50 લાખ અને મેનેજમેન્ટ કોટા ની ફી 9 લાખ હતી તે વધારીને 17 લાખ રૂ. કરી છે. જે મધ્યમ વર્ગ અને ગરીબ વિધાર્થીઓ ના વાલીઓ માટે ભરવી અશક્ય છે.

એક તો આ વર્ષ દરમિયાન NEET ની એકજામ માં થયેલ ગેરરીતિઓને કારણે જે કટ ઓફ ઘણું ઊચું ગયું છે એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં આ ફી વધારો જખમ પર નમક નું કામ કરે છે. એક તો આજના સમય પ્રમાણે ડોકટરો ની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડૉકટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે છે .ત્યારે ફી વધારા મામલે યોગ્ય થાય અને ગરીબ અને મધ્યમ વર્ગ ના વિદ્યાર્થીઓ પણ ડોકટર બની શકે તે માટે આવેદનપત્ર ના માધ્યમથી વિધાર્થીઓ અને વાલીઓ દ્વારા કલેકટર અને ધારાસભ્ય ને રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×