गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણમાં ચા વાળાને IT વિભાગે 49 કરોડનો ટેક્સ ભરવા માટે નોટિસ પાઠવી, જાણો શું છે સમગ્ર મામલો

 

પાટણ ખાતે નવા ગંજ બજારમાં ચાની લારી ચલાવતા યુવકને બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરવા પાનકાર્ડની જરૂર પડી હતી. જેથી યુવાન પાસેથી વેપારીએ ડોક્યુમેન્ટ મેળવી પાનકાર્ડ કઢાવી આપ્યું હતું. અને તેની જાણ બહાર તેના પાનકાર્ડ સહિત અન્ય ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને તેના નામના જુદા જુદા બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં અપ્રમાણસર કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર કરી દીધા હતા. જેથી ઇન્કમટેક્સ વિભાગ તરફથી રૂપિયા 49,06,59,280 ની પેનલ્ટી સહિત ટેક્સ ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી.

ખેમરાજભાઇ દવે નવાગંજ બજાર ખાતે ચાની લારી ચલાવે છે. તેમણે અલ્પેશ મણિલાલ પટેલ નો પરિચય થયો હતો. અલ્પેશ પટેલ લારી પર ચા પીવા માટે આવતા જતા હતા. અને ખેમરાજ પણ તેમની ઓફિસમાં ચા આપવા માટે જતો આવતો હતો. જેથી બન્ને વચ્ચે સારો પરિચય બંધાયો હતો. તે વખતે બેંક એકાઉન્ટ સાથે પાનકાર્ડ લિંક કરવાનો નિયમ આવ્યો હોવાથી તેમણે અલ્પેશ પટેલને નવું પાનકાર્ડ કેવી રીતે કઢાવવું તે અંગે વાત કરતા અલ્પેશ પટેલે તેની પાસેથી આધારકાર્ડ, રેશનકાર્ડ, ફોટા સહિતના ડોક્યુમેન્ટ મેળવી પાનકાર્ડ કઢાવી આપ્યું હતું.

પણ પછી તેના ડોક્યુમેન્ટ નો દુરુપયોગ કરીને ખેમરાજના પાનકાર્ડ આધારે તેની જાણ બહાર જુદા જુદા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેમાં વર્ષ 2014-15માં અને વર્ષ 2015-16માં અપ્રમાણસર રીતે કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર કર્યા હતા. જેને પગલે 11 ઓગસ્ટ 2023 ના રોજ ઇન્કમટેક્સ તરફથી રૂપિયા 49,06,59,280 ની પેનલ્ટી સહિત ટેક્સ ભરવા માટે ખેમરાજને નોટિસ મળતા તે ચોંકી ગયો હતા.

આ અંગે તેઓએ પાટણ શહેર બી ડિવિઝનમાં સમગ્ર હકીકત જણાવી પાટણમાં રહેતા અલ્પેશ મણીલાલ પટેલ અને ઉંઝામાં રહેતા તેમના ભાઈ વિપુલ પટેલ સામે છેતરપિંડી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×